________________ 188 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. દેવી. કારણકે હસતાં છતાં કે રડવા છતાં પણ પણ જ્યારે આવવાનેજ છે ત્યારે હસતાં છતાં આવે એજ સારે. " એમ વિચાર કરીને અંજળી જોડી એ બોલ્યો--આ વસ્તુ નિશ્ચયે રાજની જ છે; કાગડાના માળામાં કેયલ ઉછરે છે તેમ અમારા ઘરમાં તે માત્ર એ ઉછરીજ છે. વળી, અમારી પુત્રીને એક રાજા જે વર મળે તે પછી અમારે ત્રણ ભુવનને વિષેથી કઈ વસ્તુ અલભ્ય રહી છે. કારણકે હવે તે અમને નવેનિધાન અને દે રત્ન પ્રાપ્ત થયાં ! અમારી પુત્રીને એક ભૂપતિ વર મળશે એવું અમે સ્વપ્નને વિષે થે ધાર્યું નહોતું. કારણકે કવચિત્ કદી પણ સ્ત્રીને ઈંદ્ર પતિ પ્રાપ્ત થાય એવી કોઈ સંભાવના કરે ખરું ? માટે આ ઉત્તમ આચરણવાળી કન્યાને આપ એવી રીતે ગ્રહણ કરે કે એની બહેન રાજ્યલક્ષ્મીની સાથે રહે; અને અમે પણ કાશ્યપ મુનિની પેઠે આપના ધશૂરપણાને પામીએ. " પછી મહીપાળે એ કન્યાનું અતિ હર્ષ સહિત પાણિગ્રહણ કર્યું. અથવા તે આ પૃથ્વીને વિષે ગમે તેવી ઈચ્છા થાય તે રાજાને જ શેભે છે. પછી મગધરાજે કુલવાન એવી ચેલૂણું પ્રમુખ રાણીઓને વિષે પણ એને, અનુરાગને લીધે, પટ્ટરાણીનું પદ આપ્યું; કારણ કે પ્રેમવિલ્ડલ માણસ કુલ-અકુલ જોતો નથી. હવે એ નવોઢા રાણીની સાથે સ્નેહને લીધે મનોહર એવા પાંચ પ્રકારના વિષય ભોગવતાં રાજાને શિયાળાના દિવસની જેમ આઠ વર્ષ ઝટ વહ્યાં ગયાં. એકદા એ હાર-જીત કરાવનારા પાસાઓવતી સર્વ રાણીઓની સાથે, ઇંદ્ર રંભા પ્રભુખ દેવીઓની સાથે કીડા કરે તેમ, હર્ષસહિત કીડા કરવા લાગ્યા. કીડાને વિષે સર્વેએ એવું પણ કર્યું કે જે જીતે તે હારનારની પીઠ પર બેસે, કારણ કે ઘુતને વિષે સજા અને રંક બન્ને સરખા છે. પછી જ્યારે અન્ય સર્વ રાણીઓ જીતતી ત્યારે પિતાને જય થયે એમ સૂચવવાને પિતાના વસ્ત્રને પ્રાંતભાગ રાજાના શરીરપર નાખતી; કારણ કે સર્વ ચેષ્ટા કુલને અનુસરીને હોય છે. પણ જ્યારે પેલી વેશ્યા પુત્રી જીતી ત્યારે, ધિક્કાર છે તેને કે ! અન્ય રાણુઓની ઉત્તમ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust