________________ કેમુદી મહોત્સવ. 185 એનું રક્ષણ કર્યું છે. " એમ નિશ્ચય કરીને એણે એક નિધાનની પેઠે એને ઉંચકી લીધી અને હર્ષપૂર્વક ઘેર લઈ ગઈ. ત્યાં તેને પિતાનાજ ફરઝંદની જેમ એનું પાલણપોષણ કરવા લાગી; અથવા તો માણસને અહીં કયાઈથી પણ લાભ મળી રહે છે. ઉછરતી ઉછરતી એ કન્યા અનુક્રમે બાલ્યાવસ્થા અને પછી મારાવસ્થા અનુભવીને વનવયને પામી; કારણકે પ્રથમ સાહિત્ય તથા વ્યાકરણને વિષે બેધ થયા પછી ઉજ્વળ એવા પ્રમાણુશાસ્ત્રનું અવગાહન થઈ શકે છે. નિરન્તર છૂત-ક્ષીર-દહીં–શેરડી આદિના ભોજનથી તેનું શરીર અતિ પુષ્ટ થયું; અથવા ઉત્તમ ગોચરને વિષે સુખે કરીને ચયો કરતી ગાયે પણ પુષ્ટ થાય છે. પછી એકદા એ પિતાની માતાની સાથે શૃંગારલીલાના રસના રંગમંદિર સમાન એવા કૌમુદી મહોત્સવને જોવાને અર્થે નગરમાં આવી. આચ્છાદુનવસ્ત્રથી ઢાંકી દીધું છે સર્વ અંગ જેમણે એવા શ્રેણિક રાજા અને અભયકુમાર પણ ગુપ્ત રીતે એ રાત્રીના લેકમેળાને વિષે આવ્યા; કારણ કે એમ કરવાથી સર્વ કેતુક યથેચ્છ પ્રકારે જોઈ શકાય છે. ત્યાં જનો સર્વે પોતે પિતાનાં, પારકે પારકાનાં, હેટ હેટાના, બાળકે બાળકેનો, યુવાને યુવાનોનાં અને સ્ત્રીએ સ્ત્રીઓનાં, એમ સર્વત્ર પિતપોતાનાં વિભાગમાં વહેંચાઈ જઈ અહમિંદ્રો હોયની એમ ફીડ કરી રહ્યા હતા. આ મહોત્સવને વિષે રાસડે લેતી સ્ત્રીઓને જોવાની ઉત્કંઠાવાળા માણસની, તીર્થને વિષે યાત્રાના ઉત્સવને દિવસે થાય તેવી મહા ઠઠ જામી હતી. એ વખતે પેલી ભરવાડપુત્રી રાજાના ખભા પર પિતાને હાથ નાંખીને કેતક જોવામાં પડી. રાજા પણ પિતાની ચર્ચા કાઈ ન જાણે એમ એ કુમારિકાના ભારને સહન કરતો ઉભો રહ્યો. પણ એના અંગના સ્પર્શથી, નિરન્તર નિરંકુશ એવો કામદેવ જાગૃત થયે; કારણ કે સૂર્યની મૂર્તિના કિરણના વેગથી સૂર્યમણિ થકી અગ્નિ નથી ઉત્પન્ન થતા શું ? એ પરથી કામદેવને લીધે વિહલ થયું છે ચિત્ત જેનું એવા મહીપતિએ વિચાર કર્યો કે આ કુમારિકાનું સુંદર રીર સહકારતરૂના પલ્લવ અને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust