________________ 184 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. લીધે દુર્ગન્ધથી ભરેલી એવી આ પુત્રીને જન્મ આપીને એને, પાકી ગયેલા વણના પરૂનીજ જેમ તલ્લણ માર્ગને વિષે ત્યજી દીધી છે. એ સાંભળીને પુન: મહીપાળે ભગવાનને પૂછયું-હે પ્રભુ, એ વેશ્યાની પુત્રી છે એજ ઓછું દુઃખ નથી; એને એથી વધારે દુઃખ શા વાસ્તે ભોગવવું પડે છે? કારણ કે નારકીના જીવ શિવાય અન્ય કેઈ જીવ એકાન્ત દુઃખી નથી. સ્પષ્ટ છે વિકાસ જેને એવા કેવળજ્ઞાનથી સકળલોકના વિસ્તારને નીરખતા એવા પ્રભુએ કહ્યું-એણે પૂવે કરેલું સર્વ પાપ ભેગવી લીધું છે; અને હવે એ સુખ ભોગવશે, તે કેવી રીતે તે તું સાંભળ-આઠ વર્ષ પર્યત એ તારી અતિપ્રિય પટ્ટરાણી થઈને રહેશે. કારણ કે સાળવીએ વણેલું એવું પણ સુકોમળ વસ્ત્ર રાજાઓને ભોગવવા લાયક નથી શું? ત્યારે મહીપતિએ કોતકને લીધે પૂછ્યું-પણ હે જિનેશ્વર, મને એની શી રીતે ખબર પડે ? અતીત–અનાગત અને વર્તમાનના જાણનારા એવા ભગવાને ઉત્તર આપેહે પૃથ્વીપતિ, તું હર્ષ સહિત તારી રાણીઓ સાથે કીડા કરતે હોઈશ તે વખતે જે તારી પીડ પર લીલાએ કરીને પણ માંડીને ચઢી જાય તેને જ તું આ ધારજે. " પ્રભુનું આવું કહેવું સાંભળીને કુતુહલથી આકર્ષતું છે મન જેનું એ શ્રેણિક રાજા-અહે. માનસરેવરની હંસીની જેમ, એ કેવી રીતે મારી પ્રિયવલ્લુભા થશે? એવા વિચારમાં તીર્થકર મહારાજાને વંદન કરીને પિતાને - હવે અહિં માગને વિષે જતી કેઈ મહીયારીએ એ બાલિકાને જોઈને વિચાર્યું–અહે! આ તે દેવાંગનાએ પડતી મૂકેલી કિઈ દેવકન્યા છે કે પૃથ્વીમાંથી નીકળેલી એની (પૃથ્વીની) પુત્રી છે? મારે કંઈ સંતતિ નથી તેથી હું એને લઈ લઉં, તે એ મારી પુત્રી થશે; કારણ કે જેને પોતાનું આભૂષણ નથી હોતું તે શું પારકું લાવીને નથી પહેરતો? અહે ! મૃત્યુથી રક્ષણ કરવાને સમર્થ એવા વિધાતાએ નિશ્ચયે મારેજ માટે આ માર્ગને વિષે માર-ઉંદર-ગીધ-વાયસ કોડ બાદિ માંસામ્હારી પ્રાણુઓથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust