________________ પાતવૃતા પધિનીની પૂર્ણ પ્રતિજ્ઞા. 175 આગળ, પહેલાં તેની પાસે જવાની પ્રતિજ્ઞા કરી છે માટે છે આર્યપુત્ર, કૃપા કરીને મને સત્વર આજ્ઞા આપે, કે જેથી આપના પ્રસાદથી તેની આગળ મારી પ્રતિજ્ઞા સત્ય ઠરે; કારણકે માણસની પ્રતિજ્ઞા એ જ એનું જીવન છે. જે કે હું તેની પાસે એકવાર જઈ આવવાની છું તે પણ નિશ્ચયે હું આપની જ છું એમ સમજજે, કારણકે અલંકારે મહાન ઉત્સવને વિષે બીજાઓ માગી લઈ જાય છે તે પણ એ એના ધણીના જ કહેવાય છે.” એ સાંભળીને એને પતિ અતિ હર્ષ પામી વિચારવા લાગ્યું કે અહીં ! યુધિષ્ઠિરની પેઠે પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા તત્પર થયેલી આ સ્વર્ગગંગાના સમાન નિર્મળ આશયવાળી સ્ત્રીને ધન્ય છે ! " એ નિશ્ચય કરીને એણે સ્ત્રીને કહ્યું- હે પદ્મચના, જા તારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી આવ.” પ્રાય: લોકે પિતાનું બેલેલું ક્ષણવારમાં વૃથા કરનારા હોય છે, પણ સત્યને વિષે નિરત તે બહુ થોડા જ હોય છે. પછી ક્ષીરસમુદ્રથકી લક્ષ્મી નીકળી તેમ એ નવોઢા વાસમંદિરથકી નીકળીને જવા લાગી ત્યાં તે ક્ષણવારમાં એને, કુગતિને વિષે ભ્રમણ કર્યા કરતા ચરટ એટલે ચાડીઆ જ હાયની એવા ચેરલોકે મળ્યા. “આપણે ઉત્તમ શકુન જેઈને નીકળ્યા છીએ કારણકે આ સાક્ષાત્ નિધાન પિતાની મેળે આવી મજે, માટે એને, એકદમ ઉપાડે–એકદમ ઉપાડે " એમ કહીને એને ઉપાડી લઈ જવા લાગ્યા. એટલે એણે એમને કહ્યું- હે ભાઈઓ, હું આવા કાર્યને અર્થે જાઉ છું; માટે ત્યાંથી પાછી આવું ત્યારે મારાં આભૂષણે તમે ભલે લઈ લેજો. એ સાંભળીને એઓએ એને જવા દીધી એટલે આગળ ચાલતાં, ઉંદરડીને વિકરાળ બિલાડે મળે તેમ, એને સુધાથી કૃશ થઈ ગયેલા ઉદરવાળો તથા અત્યંત ઉંડા જતાં રહેલાં નેત્રોવાળો રાક્ષસ મળે. " કરંડીઆને વિષે રહેલી ઉંદરડી પોતાની મેળે એમાં છિદ્ર પાડીને બહાર નીકળતાં સપના મુખને વિષે પડે તેમ, આ સ્ત્રી, લાંઘણને લીધે બળી ગયેલું છે શરીર જેનું એવા મારા જેવાના હાથમાં, દેવની સાનુકુળતાને લીધે આવી છે,” એમ કહીને સિંહ મૃગલીને પકડે છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust