________________ 14 અભયકુમાર મંત્રીવરનું જીવનચરિત્ર. એવા અંધકારને ધિક્કાર છે ! મિત્રને જોવાની અપેક્ષાથી નેત્રને પ્રસાર હેયની એમ ગગન પણ તે વખતે ચકચક થતા તારાઓથી શોભવા લાગ્યું. વળી સમસ્ત તામસજી ( ખળ પુરૂષે-ઘુવડ પક્ષીઓ) ઉલ્લાસ પામવા લાગ્યા કારણકે ભુવનને વિષે પિતાનું રાજ્ય થાય ત્યારે કેણ વિકસ્વર નથી થતું? એવામાં તો હા! મિત્ર ( સુહુત-સૂર્ય) ના જવાથી અન્ધકારે વિશ્વને દુઃખ દેવા માંડયું છે " એવા રેષથીજ હોયની એમ ક્ષણવાર મુખપર સેહેજ રક્તવર્ણ ધારણ કરતો ચંદ્રમા એ અકારને વિનાશ કરવાને ઉદયાચળ પર આવ્યું. અમૃતરશ્મિ-( ચંદ્ર ) મંડળ હજુ આકાશને વિષે એક કેસ પ્રમાણ ઉંચે વહેતું આવ્યું ત્યાં તો એ શરના મેઘ સમાન કમળ ( શીતળ ) થઈ ગયું; અથવા તે અમૃત (જળ) સ્વભાવથકીજ શીતળ છે. અહે ! આ કલાવાનું ચંદ્રમાની કેઈ લેકોત્તર કળા છે કે શીતળ એવા પણ એણે આ વખતે અન્ધકારનો વિનાશ કર્યો; ચકલાકનાં યુગલને પરસ્પર વિગ પમાડ્યા અને કમળબંધનથી મધુકરને મુક્ત કર્યો. આ ચંદ્રમા જે સુવૃત્ત છે, શીતળ છે, કળાવાનું છે તે જ જે નિષ્કલંક હેત તો જગને વિષે એને કોઈ પ્રતિસ્પદ્ધિ રહેત નહિ, અથવા આ વિશ્વને વિષે કેણ સર્વગુણસંપન્ન છે ? એ વખતે કર્ણપાશને વિષે ચંચળ કુંડળ પહેરી, કંઠરૂપી કંદલને એવેયકથી અલંકૃત કરી, સ્તનમંડળને મનહર હારથી અવરોધ કરી, બાહયુગને શ્રેષ્ઠ કેયૂરવડે શોભાવી, હસ્તકમળને કંકણોથી તથા અંગુલિકાને વજાંતિ મુદ્રાથી વિભૂષિત કરી; વળી કટિપ્રદેશને વિષે સુંદર ઘુઘરીઓને લીધે શદ કરતી મેખલા, ચરણને વિષે રણઝણાટ કરતા નૂપુરે, અંગે સુવાસિત વિલેપન તથા નિર્મળ કસુંબાના વસ્ત્ર ધારણ કરી, એ નવેઢા શ્રેષ્ઠિપુત્રી લહંસીની સુંદર ગતિને પણ તુચ્છકારી કાઢે એવી રીતે પદભ્યાસ કરતી (પગલાં મૂક્તી) શયનગૃહને વિષે ગઈ. ત્યાં આમ્રવૃક્ષના અંકુર ખાવાથી મત્ત થયેલી કેલિાના જેવા મધુરસ્વરવડે એણે પિતાના પ્રિય પતિને કહ્યું- હે પ્રાણનાથ, પૂર્વે એકદા હું એક હેટા સંકટને વિષે આવી પડી હતી તે વખતે મેં બાગવાનની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust