SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ 146 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર, સૂચવત હોયની કે નિશ્ચયે આ પ્રમાણે જ હું વિમાનને વિષે આરેહણ કરીશ! પછી પૂવાચળના શિખર પર રવિ આરૂઢ થાય તેમ છે. તે શિબિકાને વિષે પ્રથમથી મૂકી રાખેલા એવા ઉત્તમ સિંહાસન પર બેઠે; એટલે માણસે એ ઉપાડીને ચાલવા લાગ્યા અને કુમાર નિશ્ચળ ચિત્તે સમવસરણ ભણી ચાલ્યું. તેણે ઉત્તમ વેષ પહે હતે; કઠે પુષ્પનીમાળા રહી ગઈ હતી, શરીરે ચંદનાદિથી વિલેપન કર્યું હતું અને નાના પ્રકારના આભૂષણે પણ ધારણ કર્યા હતાં. વળી કેઈની નજર ન પડે તેટલા વાસ્તે મહત્તરા કુળસ્ત્રી હર્ષ સહિત કુમારનાં લૂણ ઉતારતી હતી. ચામરવાળી સ્ત્રીઓ ચામર વીંજતી હતી અને બન્દિજન ઉચે સ્વરે વિવિધ જયમંગળના પાઠ કરતા હતા. વારાંગનાઓ અનેક સ્વરના ગાયન ગાતી હતી અને હાવભાવ સહિત મનહર નૃત્ય કરતી હતી. વાજિત્ર વગાડનારા બારે પ્રકારના વાજિત્રે વગાડતા હતા અને વિદ્યાથી બાળકે પણ ગાતા ગાતા આગળ ચાલતા હતા. આ પ્રમાણે મેઘકુમાર સુવર્ણ-રૂપું વગેરેનું દાન દઈને કલ્પવૃક્ષની પેઠે લેકેના દારિદ્રયને ભેદત, જનસમૂહને સંસારપરથી વૈરાગ્ય-હર્ષને ઉદય અને ચિત્તને વિષે વિચિત્ર ચમત્કાર ઉપજાવતે, અને સાથે શાસનની ઉન્નતિ કરતે, પિતા-શ્રેણિક રાજા અને અભયકુમાર પ્રમુખ સહેદરે સહિત સમવસરણની નજદીક આવી પહોંચ્યા. ત્યાં સર્વેએ, હંસપક્ષીઓ માનસરોવરને વિષે પ્રવેશ કરે તેમ, હર્ષસહિત લક્ષ્મીના ગૃહરૂપ સમવસરણને વિષે પ્રવેશ કર્યો પ્રવેશ કરીને, મંદરાચળની આસપાસ, જેમ તારાગણ તેમ " પ્રભુની આસપાસ વીટળાઈ વળ્યા; અને ફળભારથી વૃક્ષે નમે તેમ વિભુને ભક્તિ સહિત નમવા લાગ્યા. પછી મેઘકુમારના માતપિતાએ પિતાના સર્વ જનવર્ગની સંગાથે ત્રિજગદગુરૂપ્રભુને વિજ્ઞપ્તિ કરી કે-હે સુપ્રભુ, આ અમારી સચિત્ત ભિક્ષા ગ્રહણ કરે; આપને મુકીને બીજું કયું ઉત્તમ સંપ્રદાન અમને મળશે ? એટલે શ્રી વીરપ્રભુ બોલ્યા-ગ્રણ કરીએ. કારણકે શિષ્ય પણ અદત્ત ગ્રહણ Aa કરતી vs નથી, તે P.P.AC. Gunratnasu
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy