________________ નવદીક્ષિતનું સંકિલષ્ટ ચિત્ત. 147 ગુરૂજન તો શેના જ ગ્રહણ કરે ? પછી મેઘકુમારે પ્રભુને કહ્યું–હે સ્વામી, વિષે ડૂબતે એવો કર્યો માણસ પ્રહણને વિષે ચઢી જવાને ઉતાવળે ન થાય? પછી પ્રભુએ એને સામાયિક સૂત્ર ઉગરવા પૂર્વક વિધિ સહિત દીક્ષા દીધી; અને શિક્ષા આપી કે-હે મુનિ, તમારે યતનાપૂર્વક શયન કરવું, યતના સહિત આસન કરવું, યતના સહિત ઉભા થવું, અને ચાલવું પણ યતના સહિત. વળી આહાર કરે તથા લવું ચાલવું તે પણ યતના પૂર્વક કરવું. પછી ચારિત્ર અંગીકાર કરી હવે સાધુ થયા એવા મેઘકુમારને દેવતાઓ તથા માનવજન વંદન કરવા લાગ્યા; અથવા તો પ્રવજ્યા ત્રણે જગતને પૂજ્ય છે માટે એમાં કંઈ અદ્ભૂત નથી. દીક્ષા આપીને પ્રભુએ એ નવીન સાધુને ગણધરને સેપ્યા; કારણકે રાજા તો આદેશ માત્ર કરે છે, શેષ શિક્ષા તે અધિકારી સેવક વર્ગજ આપે છે. હવે ગણધરને સોંપાયા પછી મેઘકુમારે સાયંકાળે ગુરૂની સમક્ષ આવશ્યક-સ્વાધ્યાય-વાચના વગેરે કર્યું; કારણકે કિયા સર્વે ગુરૂની સાક્ષિએ કરવી કહી છે. પછી રાત્રીને દેઢ પ્રહર વીત્યા પછી પ્રવર્તક ( મુખ્ય સાધુએ ), ઘર બાંધતી વખતે જગ્યાના ભાગ પાડવામાં આવે છે એમ દરેક સાધુને સંસ્કાર ( સંથારા ) ને અર્થે ભૂમિના વિભાગ કરી આપ્યા. તેમાં મેઘકુમારને દ્વાર આગળની જગ્યા સંથારા માટે મળીઃ (કારણકે એક લાકડું પણ ગમે તેવા ન્હાના પણ હાથને લભ્ય છે; ગમે એવી મહેદી પણ ચપટીને લભ્ય નથી). એટલે નિરંતર ત્યાંથી તે તે કાર્યને અર્થે જતા આવતા મુનિઓના ચરણથી એને કસુંબાની પેઠે સંઘટ્ટ થવા લાગે ( ખુંદાવું પડયું) તેથી કુમુદપુષ્પના સમૂહની પિઠે તેને આખી રાત્રી નિમેષમાત્ર નિદ્રા આવી નહિં, અને કર્મ ઉદય આવવાથી એના મનને વિષે સંકલેશ ઉત્પન્ન થયે. અહે ! સ્થાનાસ્થાનને વિચાર નહિ કરનારા એવા કર્મને ધિક્કાર છે ! જ્યારે સકળ કાર્ય નિષ્પન્ન કરવાને સમર્થ એ હું ગુડવાસને વિષે હતો ત્યારે તે આ સર્વ મુનિઓ મને એમ કહેતા હતા કે-“ચાલ, મેઘકુમાર, જિનમંદિરે P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust