________________ દીક્ષા–મહત્સવ. 145 જિનેશ્વર ભગવંતે સંસારને વિષે જે દુઃખ ગણાવ્યું તેને લેશ પણ પ્રવ્રજ્યાને વિષે નથી; કારણકે લવણસમુદ્રમાં જે ખારાશ છે તે મરૂદેશના જળને વિષે કદિ હોય છે શું ? હે માતા, જેમ કાયર પુરૂષને જ સંગ્રામને વિષે પ્રવેશ કર દુષ્કર છે, તેમ કામગને વિષે જેઓ લંપટ હેાય છે તેમને જ ચારિત્ર કુકર છે. શૂરવીર સુભટને જેવા પ્રહાર તેવા નિર્વેદ પામેલા મેક્ષાભિલાષી જનેને સાધુના આચાર સુખેથી વહન થાય એવા છે. આ પ્રમાણે મેઘકુમારે સેંકડેબંધ ઉત્તમ પ્રમાણ arguments વડે માતાને સમજાવીને તેની અનુમતિ મેળવી; કારણકે વક્તા પુરૂષોની જીહા કામધેનુની પેઠે મનવાંછિત આપનારી હોય છે. પછી ત્યાંથી તે પિતા-શ્રેણિક રાજા પાસે ગયે અને ત્યાંયે નાના પ્રકારના ઉપાવડે તેની અનુજ્ઞા મેળવવાનો પ્રયાસ કરવા લાગે એટલે નરપતિએ કહ્યું- હે વત્સ, તું સંસારથી ઉદ્વેગ પામ્યા છે છતાં પણ આ વખતે મારું રાજ્ય ગ્રહણ કર. કૃતજ્ઞ પુત્રે પણ એ વાતની હા કહી, કારણકે માતપિતાના ઉપકારને કઈ રીતે બદલે વળી શકે તેમ નથી. રાજાએ મેઘકુમારને પરમોત્સવપૂર્વક રાજ્યાભિષેક કર્યો અથવાતો એના જેવાને શું શું યેગ્ય નથી ? પછી હર્ષના આવેશમાં તેણે પુત્ર મેઘકુમારને પૂછયું–હે વત્સ, કહે હવે તારું શું અભીષ્ટ કરૂં ? તે પરથી, દીક્ષા લેવાને ઉત્સુક એવા કુમારે કહ્યું- હે તાત, મને બજારમાંથી કયાઈથી રજોહરણ-પાત્ર પ્રમુખ આણું આપ; કારણકે તપરાજ્ય દુર્લભ છે. તે પરથી રાજાએ ચિત્યગૃહને વિષે અષ્ટાબ્લિક મહત્સવ શરૂ કરાવ્યો, બન્દિજનને મુક્ત કર્યો તથા પ્રાણીમાત્રને માટે અમારિશેષણા વજડાવી. પછી રાજપુત્ર મેઘકુમાર, રણુરણાટ કરતી અનેક ઘંટાઓના ટંકારરવથી દિશાઓના અન્તરને પૂરી નાખતી, ચારગવાક્ષ તથા રસુંદર ઉંચા સ્તંભથી વિરાજતી, સ્થળે સ્થળે ઉલ્લાસ પામતી કાન્તિવાળા કળશોથી શોભી રહેલી, અને શીતળ વાયુથી હાલતી અનેક દેવજાઓથી દીપી રહેલી એક વિશાળ શિબિકામાં આરૂઢ થયે તે જાણે એમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust