________________ (અહિં પહેલા સર્ગની સમાપ્તિ થાય છે). આ પ્રમાણે અમાત્યની પદવી પ્રાપ્ત કરીને અભયકુમાર રાજા, પ્રજા, ઉભયનાં હિતનાં કાર્યો કેવી કુશળતાથી બજાવી આપે છે એ વગેરે પછીના સગોમાં વર્ણવેલું છે. અભયકુમાર મંત્રીની ખરેખરી રાજનીતિજ્ઞતા તે એજ છે કે પિોતે જેને પુત્ર છે એને પાછો અમાત્ય પણ પિતેજ છતાં, એક તરફ સ્વાર્થવૃત્તિથી ન દેરાતાં રાજા–પિતાના પિતા–નું હિત સાચવી જાણે છે અને એજ સમયે પાછો પરમાથી એ એ પ્રજાનાં મન પણ રંજન કરી જાણે છે. આવા એક નમુનેદાર મંત્રીનું જીવનચરિત્ર પ્રજાને લેશ પણ બેધપ્રદ જણાઈને આવકારદાયક થઈ પડશે તો હું આ મારો પ્રયાસ ફળીભૂત થયેલે સમજીશ; અને આ ચરિત્રને ઉત્તર ભાગ, જે વિશેષ ચમત્કારી અને ઉપદેશાત્મક હોઈને ઉતરાવસ્થાને પ્રાપ્ત થયેલા મનુષ્યના સ્વભાવતઃ શંકાશીલ હૃદયેના પ્રશ્નોના ઉત્તર આપી સમાધાન કરવામાં એક ગુરૂ કે મહાત્મા યોગી સમાન છે તે પણ–પ્રજા સન્મુખ મુકવાને ભાગ્યશાળી થઈશ. છેવટ; આ સંસ્કૃત મહાકાવ્યનું ગુજરાતી ભાષાન્તર મેં મારાથી બન્યું તેટલું શુદ્ધ કર્યું છે, જરૂર જણાઈ ત્યાં ત્યાં કુટનેટ આપી છે, અને વળી રહી ગયેલી પૂટનોટ, ટીક વગેરે માટે ગ્રંથને છેવટે પરિશિષ્ટ સુદ્ધાં મુકવા ભૂલ્યા નથી–છતાં “મનુષ્ય માત્ર દેષને પાત્ર છે તે હું આ મારા પ્રયાસમાં રહી ગયેલી હરકેઈ ભૂલે માટે વાચક વર્ગની ક્ષમા ચાહું છું. વળી ભાષાન્તર કરતાં શંકા પડેલી ત્યાં, મને સદા શિષ્યદ્રષ્ટિથી નીહાળનાર મારા ગુરૂવર્ય પન્યાસજી શ્રીમગંભીરવિજયજી મહારાજે, અને મુનિરાજ શ્રી ચારિત્રવિજયજીએ સમાધાન કરેલું છે એ બાબતમાં એઓશ્રીને અંતઃકરણપૂર્વક ઉપકાર માની આ પ્રરતાવના સમાપ્ત કરૂં છું. ભાવનગર. ) આષાઢી બીજ. જે ભાષાન્તરે કતા, વિ, સં. 1964. . - 0 - ~ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust