________________ સાથે એનાં લગ્ન થાય છે. નન્દાને ગર્ભ રહે છે. એવામાં એના પિતા પ્રસેનજિત રાજાને પ્રાણહર વ્યાધિ થાય છે અને શ્રેણિક કયાં છે એના ઉડતા સમાચાર મળે છે. પિતા પુત્રને બોલાવી લે છે. આજ્ઞાંકિત પુત્ર પણ વૃદ્ધ પિતાને આદેશ શીરપર ચડાવી એમની સેવામાં હાજર રહેવાને ચાલી નીકળે છે. નન્દાને પિતે કેણ છે એ વિષે એક સમસ્યા આપી જાથ છે. તે પણ અભણ નન્દી તે સમજતી જ નથી. અહીં પ્રસેનજિત રાજાને વ્યાધિ વધી પડવાથી એનું મૃત્યુ નીપજે છે અને યુવરાજ ગાદીનશીન થાય છે. પાછળ નન્દાને પુત્ર પ્રસરે છે. તે માટે થાય છે અને પિતાને પિતા કયાં છે એ સ્વાભાવિક પ્રન માતાને પુછે છે. માતા પણ શ્રેણિકે જતી વખતે એ આપેલી નિશાની પુત્રને બતાવે છે. વિદ્વાન પુત્ર તુરત સમજી જાય છે. પિતે એક રાજપુત્ર છે. અને એની માતા એક રાજપની છે એમ જાહેર કરે છે. પછી માતામહની આજ્ઞા લઈ માતાની સાથે પિતાને નગર જવા નીકળે છે. તે વખતે શ્રેણિક રાજા પિતાના અનેક મસ્ત્રીઓમાંના એકને મંત્રીશ્વર –સર્વથી શ્રેષ્ઠ મંત્રી–Prime Minister–ની પદવી આપવાને માટે પરીક્ષા લે છે. તે પરીક્ષા સર્વ કેઈને માટે–પ્રજા જનને માટે–કઈ પણ દેશાન્તરથી આવેલા પ્રવાસીને માટે પણ ખુલ્લી હતી. વય સુધાંનું પ્રમાણ બાંધ્યું ન હતું. પણ એ પરીક્ષામાં કઈ ઉતીર્ણ ( વિજયી) થતું નથી. આબાળ વૃધ્ધ સવ–અધિકારી વર્ગ પણ સર્વ નાસીપાસ થાય છે. એવામાં મોસાળમાં રહી જે પિતાના અતુલ બુદ્ધિબળ વડે સકળ વિદ્યાને અભ્યાસ કરી પારંગત થયે છે એવો વિદ્વાન અભય ત્યાં આવી પહોચે છે. રાજાની પરીક્ષા વિષે સાંભળી પોતે એક ઉમેદવાર તરીકે બહાર પડે છે અને વયે ન્હાને પણ ચતુર અભય વિજયી નીવડે છે. રાજા વિજયી અભયને પિતાની પાસે બેલાવે છે; અને ઓળખાણ નીકળે છે. પિતા પુત્રને ભેટે છે અને મુખ્ય અમાત્યની મુદ્રિક અર્પણ કરે છે. આમ પુત્ર–અભય પિતા-શ્રેણિક રાજાને મંત્રી થાય છે, P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust