________________ શ્રી વીરભગવાન નું સમવસરણ. 121 આદિથી પૂરાયલી એવી ધરણને વિષે પિતાની વાણીથી ભજનેરૂપ કમળને પ્રબોધ પમાડતા વિચરતા વિચરતા, જાણે શ્રેણિકરાજા વગેરેના ઉત્કૃષ્ટ ભાગ્યેયથી આકર્ષાઈને જ હાયની તેમ રાજગૃહ નગરી ભણી આવ્યા. સર્વજ્ઞ એવા શ્રી વીરસ્વામીના ચરણતળે સુર્વણના કમળ ભતા હતા; તે જાણે સ્વર્ગગંગાને વિષે પિતાના વાસથી (થલી) પિતાની જડ (ળ) તાથી મુકત થવાને અર્થે જ [ તેમના ચરણને સ્પર્શ કરવાનેજ ] આવ્યાં હોયની? માર્ગને વિષે ભગવાનને અનુકુળ શકુને થયા; અથવા તે, ત્રણે લોકના નાથને તે બધુંયે વિશ્વ અનુકુળ હોય છે. વળી, જાણે પિતાના વિરૂપપણને બતાવવાને અનાતુર હોય તેમ મૃદુ પવને પણ પ્રભુના પૃષ્ટભાગે વાતા હતા. વળી વૃક્ષે પણ જાણે “અમે સ્થાવર હોવાથી આપના વ્યાખ્યાનને વિષે આવી શકવાના નથી” એમ કહીને પ્રભુને માર્ગને વિષેજ પ્રણામ કરતા હતા. કટકે પણ “આમણે સર્વ ભાવકંટકને તે ચૂર્ણ કરી નાંખ્યા તે આપણે જેવાની તો વાત જ શી” એમ સમજીને જ જાણે અધમુખ થતા હતા. ઉંચે વિસ્તરતી કાન્તિના સમૂહવાળું ધર્મચક પણ જાણે દંડ લઈને ચાલતો પ્રતીહાર હાય તેમ, પ્રભુની આગળ ચાલતું વિરાજતું હતું. વળી “પ્રભુને અન્તસ્તાપ તો કયારને શમી ગયા છે પણ એમને હવે બાહ્ય તાપ સુદ્ધાં ન રહે” એટલાં માટે જ જાણે તેમના મસ્તક પર ત્રણ કાન્તિમાન છત્રો શોભી રહ્યાં હતાં. વળી પ્રભુની આગળ ધર્મધ્વજ ચાલતો હતો તે પણ “મારો બધુ તે આપના સીધ મિહેલ ને વિષે રહેશે” એમ ઘુઘરીઓનો શબ્દના મિષથી કહેતો હોયની, અને હાલતા વસ્ત્રને હાને ગેલા કરતો હોયની ! વળી (પ્રભુની આગળ) બે વેત ચામરે સુંદર રીતે વીંજાતાં હતાં, તે જાણે તેમના યશરૂપી હંસનું જેલું ક્રીડા કરતું હાયની ! વળી પાદપીયુક્ત સુંદર આસન પણ પ્રભુની સાથે સાથે આકાશને વિષે ચાલતું હતું, તે જાણે માને વિષે પ્રભુને વિશ્રામ લેવાને અથેજ હોયની ! આ પ્રમાણે દેવાધિદેવ એવા શ્રી વીરતીર્થકર અનેક કટિબદ્ધ દેવતાઓના પરિવાર સહિત રાજગૃહનગરે સમવસયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust