________________ 102 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. બાળકને ત્યાગ કરે છે, તે કુશના અગ્રભાગની ઉપર રહેલા જળબિન્દુઓની પેઠે હાર શેષ બાળકે કેવી રીતે સ્થિર (સ્થીતિમાહયાત) રહેશે ? ચેલ્લણાને પોતાને એ રૂચિકર નહોતે છતાં ફક્ત રાજાની આજ્ઞાથી એણે એને વધાવી લીધે; કારણકે સતી સ્ત્રીઓથી કદિ પણ પતિની આજ્ઞાને ભંગ થાય ? ચન્દ્રમાના દ્રવ જેવી પિતાની કાન્તિવડે એ બાળકે અશોકવાટિકાને વિષે ઉદ્યોત કરી મૂકે હતો તેથી રાજાએ એનું અશેકચંદ્ર એવું નામ પાડ્યું. પણ બાગમાં કુકડાએ તેની એક કનિષ્ટ આંગળી કરડી હતી તેની પીડાને લીધે તે બહ રૂદન, કરવા લાગે; છતાં તેને જ્યાં ફેંકી દીધું હતું ત્યાં એ આટલાથી જ (જીવતો) બચે એ જ આશ્ચર્યું હતું. રાજા તેની એ આંગળીને પિતાના મુખને વિષે રાખવા લાગે તેથી તેની ઉષ્માથી એને સુખ થયું. પછી જ્યારે તેને ત્રણ રૂઝાઈ ગયે ત્યારે આંગળી કૂણિત ( ટુંકી) થયેલી દેખાઈ; તેથી તેના સમાનવયના ગઠીઆઓએ મળીને તેનું કૂણિત નામ પાડ્યું. કારણકે એઓ મશ્કરીમાં (ઘણીવાર ) એવું અપનામ (ખરાબ નામ ) પાડે છે. અનુક્રમે રાણીએ, પૂર્વ દિશા જેવી રીતે પર્વદિવસે બે પુપદને જન્મ આપે છે તેવી રીતે, હલ અને વિહલ નામના બે તેજસ્વી અને કાન્તિના નિધાનરૂપ પુત્રને જન્મ આપે. ચેલ્લણની કુક્ષિથી જન્મ પામેલા એ ત્રણ કુમારે પિતાને સુખરૂપ થઈ પડ્યા; અને કલહ-કપટને સર્વથા ત્યાગ કરીને નગરને વિષે ફરતા છતા, શ્રી ત્રિકુટ પર્વતની ભૂમિ પરના ઉંચા શિખરની પેઠે વિરાજવા લાગ્યા.. તેજોમય ભામંડળ સમાન શેભતા શ્રેણિકનારેશ્વર જેવા પિતાને પ્રમોદરૂપી સંપત્તિને આપનાર-તથા એમને અને એમની પર્વત સમાન ઉચ્ચ પ્રતિજ્ઞાઓને સફળ કરનાર–અને સર્વ દૂષણને વરિ-દાક્ષિણ્યવાન-નિર્ભય અભયકુમાર, પિતાના અશોકચંદ્ર પ્રમુખ ભાઈઓની સાથે રહીને લક્ષમણ ભરત–અને શરદનથી સંયુક્ત રામચંદ્ર જ હેયની એ શેાભવા લાગ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust