________________ સર્ગ 3 જે. પછી શ્રેણિકરાજાએ ધારિણી નામે એક સદ્દગુણના ભંડારરૂપ એવી નવી રાણી આણી; કારણકે હસ્તીને શું એક જ હાથણી હેાય ? તેના રૂપવાનું–સોંદર્યવાન અને સભાગ્યવાન શરીરને વિષે કયાંઈપણ એકે અલક્ષણ નહેતું; અથવા તો શંખને વિષે કાળાશ હાય જ નહીં. સતીશિરોમણી એ ધારિણી પિતાના અમૂલ્ય અને પવિત્ર એવા શીલરત્નનું રક્ષણ કરવાનો નિશ્ચયે લજારૂપી રક્ષિકાને ધારણ કરતી હતી. એ પતિવ્રતા સ્ત્રી કમલિનીની જેમ પિતાના પતિરૂપ ચંદ્રમાના મુખ શિવાય અન્ય કેઈનું મુખ જતી નહિં. બાલ્યાવસ્થાને વિષે દુધ પીવાથી એની રસના મધુર થઈ હેયની, તેથીજ જાણે એ કદિ પણ કડવાં વચન ઉચ્ચરતી નહિં ! એણે નિશ્ચયે કોઈ શ્રેષ્ઠ અધ્યાપકની પાસે દાનને અભ્યાસ કર્યો હશે; નડિતે અથજનેને દાન આપતાં એને હાથ કેમ ન થાકી જાય ? સૂર્યને જેમ દિવસરૂપી લમીની સાથે, તેમ રાજાને એની સાથે ઉત્તમ પ્રકારના ભોગ ભેગવતાં કેટલેક કાળ વ્યતીત થયે. એકદા પાછલી રાત્રીએ, પંચવર્ણના સુગંધી દ્રવ્યેથી સુવાસિત થયેલા કુસુમના સમૂહવાળા, અને ધુપથી બહેકી રહેલા આવાસભવનને વિષે, નાના પ્રકારનાં મણિ સુવર્ણ અને રૂપાથી જડેલા-હંસનાવાળના સમૂહથી સંપુર્ણ—ઉત્તમ પટ્ટસૂલીથી વિરાજતાપાંગથે અને મસ્તકને સ્થાને મૂકેલા ઓશીકાથી શોભી રહેલા-બહુ મૂલ્યવાન અને નવનીત સમાન મૃદ્ધ એવા પ્રચછદપટવાળા-ગાલ રહે તે સ્થાને સુંદર ગાલમસૂરીઆંથી યુક્તઉપર જડી લીધેલા ઉલ્લોચથી દીપતા–મધ્યભાગે જરા નમેલાગંગાના પુલિનપ્રદેશ જેવા–અને જાણે દેવશય્યાજ હાયની એવા જણાતા પલંગને વિષે સૂતેલી એ ધારિણીદેવીએ સ્વપ્રને વિષે, નંદાની પિઠે, એક ઉંચા-મદઝરતા-ચાર દંતૂશળવાળા અને ઉજવળ વર્ણના હસ્તીને (પિતાના ) મુખને વિષે પ્રવેશ કરતે 1 રાખડી. 2 સૂતરની પાટી (8). 3 ચાદર. 4 રેતીવાળો કીનારે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust