________________ અશેકચંદ્ર ઉફે “કૃણિત ને જન્મ. 101 પડે છે; પછી તે શુભ હોય વા અશુભ હેય. એ સાંભળી માર પ્રમુખ જાનવરોથી એને નાશ થશે એવી શંકાએ, ત્વરિત પગલે રાજા ત્યાં ગયે અને પુત્રને બન્ને હાથે ઉપાડી લીધે; કારણકે પિતાને પુત્ર પર અપ્રતિમ સ્નેહ હેય છે. પછી રાણી પાસે આવીને તેણે કહ્યું- હે સુજ્ઞ અને વિવેકશાળી કુલીન રાણી–સ્વેચ્છજનની સ્ત્રીઓ પણ ન કરે એવું આ કુકમ મેં શું કર્યું ? જેને આપણા જેવું જ્ઞાન નથી એવી તિર્યંચની સ્ત્રી પણું, બહુ પુત્રવાળી હોય તે પોતાના રસ પુત્રને ત્યજી દેતી નથી, તે હારા જેવી માનુષીથી તે કેમ ત્યજી દેવાય ? જનસમૂહને પૂજ્ય એવું રાજ્ય મળી શકે, અવિનાશી એ રાજાને અનુગ્રહ પણ પ્રાપ્ત કરી શકાય, સિભાગ્યલક્ષ્મીના જેવી તેજોમય લક્ષમી પણ મળી શકે, કામદેવ સમાન સ્વરૂપ પણ મળી શકે, નિરાબાધ એવી કળાઓને સમૂહ પણ પ્રાપ્ત થઈ શકે, રોગપદ્રવરહિત સર્વ ભેગ પણ પ્રાપ્ત થઈ શકે; અને શત્રુઓને દુઃખ દેનારી એવી ઉજજ્વળ કીર્તિ પણ પ્રાપ્ત થઈ શકે પણ પુત્રરત્ન તે ક્યાંથી પણ મળી શકે નહિં. એને વાસ્તે તે સ્ત્રીઓ રાત્રિદિવસ દુગો પ્રમુખ દેવીઓનું પૂજન કરે છે, વૃક્ષનાં મૂળ ઘસઘસીને પીએ છે, ભુજાએ રક્ષાપોટલી તથા કડાં બાંધે છે, અને અનેક તિષીઓને પિતાના ગ્રહ કેવા છે તે વિષે પ્રશ્ન કરે છે; ને તેં તો તને પ્રાપ્ત થયેલા એવા આ તનુજને, પુણ્યહીન જન ચિંતારત્નને ત્યજી દે તેમ ત્યજી દીધે ! રાણીએ એ બધું સાંભળીને ઉત્તર આપે-હે સ્વામિ, આપ જે કહે છે તે સર્વ સત્ય છે, પરંતુ આપને આ, ઉગ્રસેન રાજાને કંસ થયેલ હતું તેમ, પુત્રરૂપ એક મહાન શત્રુ ઉત્પન્ન થયે છે; નહીં તો, એ ગર્ભમાં આવ્યા ત્યારે મને આ મહા ઘેર દેહદ કેમ થાય ? માણસના ઉદરમાં લેશ પણ લસણ જાય છે ત્યારે શું અતિ દુર્ગન્ધ નથી ઉત્પન્ન થતી ? પણ રાજા તે પુત્ર પર નેહાળું હોવાથી બેલ્થ-હે હરિણાક્ષી, ભલે વૈરી નીવડે તે પણ એ પુત્ર છે; કારણકે પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય. અહે ! તું વિચક્ષણ થઈને, આમ હારા પહેલા જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust