________________ 100 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર, શોભતી નથી. એ વખતે તેને સ્વામીનું સ્મરણ થતાં હય કંપવા લાગ્યું; અને વળી ક્ષણવાર પછી ગર્ભનું સ્મરણ થયું એટલે ચિત્તને વિષે ઉલ્લાસ થ; કારણકે પ્રાણીને ઠેષ અને રાગ એ બને એક સાથે થતા નથી. આમ ચલ્લણને દેહદ તે પૂર્ણ થયે પણ એ “પતિને ઘાત કરનારી મારા જેવી સ્ત્રીને ધિક્કાર છે " ! એમ કહી કહીને પિતાની નિન્દા કરવા લાગી; કારણકે કંઈ કારણવશે પાપકાર્ય ક્યો પછી પણ સુવાસનાવાળા પ્રાણીઓને તો અતિ પશ્ચાત્તાપ થાય છે. પછી, નિશા સમયે પૂર્ણ ચંદ્ર જેમ કમલિનીને ઉલ્લાસ પમાડવાને પિતાનું પૂર્ણ રૂપ બતાવે છે, તેવી રીતે રાજા તરતજ એ રાણીના મનનું સમાધાન કરવાને અર્થે તેને પિતાની અક્ષત કાયા બતાવવા ગયે; અને તેને કહેવા લાગે કે-હે સિભાગ્યવતી, સંહિણી ઔષધીના પ્રાગથી મને તેજ વખતે ક્ષણમાત્રમાં આરામ થયે છે; કારણકે ઐષધીઓને પ્રભાવ અવશ્ય છે. ચેલ્લણ પણ પિતાના પ્રાણપ્રિય પતિને નિરાબાધ જેઈને ઉચ્છવાસ પામી; કારણકે પોતાના સ્નેહીજનને આપત્તિ તરીને પાર ગયેલા–જોઈને કેને હર્ષ ન થાય ? પછી ચેલ્લાએ નવમાસ અને સાડાઆઠ દિવસ નિવિને નિર્ગમન કરીને હાથાણું કલભરતને જન્મ આપે તેમ સર્વ અંગે સંપૂર્ણ એવા પુત્રને જન્મ આપે. રાણીએ તેને તેના પિતાને મહાશત્રુ જાણીને તે જ વખતે દાસીને કહ્યું-આને તું કઈ સ્થાને જઈને મૂકી આવ; કારણકે શરીરમાં ઉત્પન થયેલે છતાં પણ દુઃખ દેનારે એ " વાળો " દૂર કરવા ગ્ય નથી ? દાસી પણ એને, જાણે વનદેવતાઓની કીડાને અર્થેજ હોયની એમ, અશોકવાટિકાને વિષે મૂકી આવી. પણ તે પાછી વળી તે વખતે વાગે રાજાએ તેને પૂછયું-ભ, તું ક્યાં જઈ આવી ? તેણે કહ્યું-હું રાણીના આગ્રડથી બાળકને મૂકવા ( ત્યજી દેવા ) ગઈ હતી; કારણકે જેનું અન્ન ખાતા હોઈએ તેને આદેશ ઉઠાવ 1 કુલભ એટલે હાથીનું બચ્ચું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust