________________ કાશીયાત્રા પણ મારા મનમાં ખૂનની લગીરે આશંકા આવી નહિ. મને ગાઢ નિદ્રા આવી ગઈ બીજે દિવસે પરોઢિયે સખારામ ગેરે મને ઉઠાડ્યો; અને અમે બંને એક એકા (ઘેડાના ટાંગા)માં બેસી તેને ઘેર ગયા. ગરદેવતાએ ઘરમાં એક “અંગવસ્ત્ર” રાખ્યું હતું ! બાઈ ઘણેભાગે શક જાતિની હતી. આ બાઈ અને તેનાં બે ત્રણ છોકરાં એ બધાંની સંભાળ ગરદેવતાને જ કરવી પડતી. એટલે કે તેમને રસેઈ સિકેકે કરી જમાડવાં પણ ગોરને જ પડતાં. બાઈએ બારણું ઉઘાડયું એટલે ગોરે મેડી ઉપરની એક ઓરડી મને ઊતરવા આપી. હાથપગ ધોઈ પરવાર્યો એટલામાં ગોરમહારાજની સવારી યાદી કરીને લાવી. તેમણે પંચકોશીની જાત્રાથી માંડીને છેક ચાર પાંચ રૂપિયામાં આપી લેવાય એવા શ્રાદ્ધ સુધીની બધી જાત્રાઓની ફેહરિસ્ત મને સંભળાવી. મેં કહ્યું: “આ બધાની ઉતાવળ નથી. હું તો અહીં ખાસાં વરસ બે વરસ રહેવાને ઇરાદે આવેલ છું. એટલે સગવડ મુજબ ગમે ત્યારે આ બધું થઈ શકશે. અત્યારે તો મારે એક ગુરુ શેધી તેમની પાસે વિદ્યાભ્યાસની શરૂઆત કરવી છે, અને જમવાની શી સગવડ થઈ શકે તેમ છે એ જોવાનું છે. મારી પાસેથી કશું ખાટવાની આશા નથી એમ ગોરદેવતાને ખાતરી થતાં જ તેમણે કહ્યું, “તમે શેણવી છે એટલે અહીંના શેણવીમઠમાં તમને આશ્રય મળવો જોઈએ. કાશીમાં સારસ્વતના ત્રણ મઠ છે. પણ દુર્ગાઘાટ ઉપરના મઠની જ ગોરમહારાજને માહિતી હોવાથી તેમણે મને તે જ મઠમાં જવા કહ્યું. Raa સગવડ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust