________________ આપવીતી બિલકુલ પડ્યો જ નહિ. ગરદેવતાને સવા રૂપિયે મળ્યો એટલે બધું તેમણે પરભાયું સંભાળી લીધું. તારીખ ૨૦મ્મી સપ્ટેમ્બર ૧૯૦૦ને રોજ બપોરની ગાડીમાં પ્રયાગ (અલ્લાહાબાદ)થી નીકળી રાત્રે સાડાદસે કાશી સ્ટેશને પહોંચ્યો. હજુ ઊતરું છું એટલામાં સખારામ ભટ નામના કોઈ એક કાંકણસ્થ બ્રાહ્મણે મને કહ્યું કે, “આપણે ઘેર ચાલો, હું તમારી બધી સગવડ કરી આપું છું.' એટલામાં એક સ્યામવર્ણ ઠીંગણું સરખા બીજા સખારામ ભટજી ત્યાં આવી લાગ્યા. તેમણે કહ્યું કે, “તમારા બાપદાદા કાશયાત્રાએ આવ્યા ત્યારે અમારે ઘેર ઊતર્યા હતા. હવે તમે આ ભામટાને પલ્લે કયાં પડે છે?' આ પ્રસ્તાવના બાદ આ બે કાળા ગોરા સખારામો વચ્ચે જે વાયુદ્ધ જામ્યું તે પૂછે જ ભા. બંનેને શાંત કરવા મેં પ્રયત્ન કર્યો. મેં કહ્યું : “લડે છે શું કરવા? અમારા બાપદાદાને દાખલો જેના ચોપડામાં હેય તેણે તે આણને દેખાડવો એટલે આવતી કાલે હું તેમને ત્યાં રહેવા જઈશ. હાલ તે આ (ગેર) સખારામ ભટજી મને પહેલા મળ્યા છે એટલે હું તેમને ત્યાં જ જવાનો.” આટલી વાત થયા પછી હું (ગોરા) સખારામ ભટજીની સાથે સ્ટેશનની બહાર નીકળ્યો. પેલા શ્યામસુંદર ગોરદેવતા હવે મોટેથી બરાડા પાડી તાડૂક્યા, “જા, જા, એની જોડે જ જા. એ ભામટો તારી પાસે જે કંઈ હશે તે તમામ ખૂંચવી લઈ તારું ખૂન કરશે એ ધ્યાનમાં રાખજે!” મેં કહ્યું, “મારી પાસે ખૂંચવી લે એવું કશું છે નહિ, અને મારું ખૂન થાય એને તો મને જરાયે ડર નથી.' - તે રાત્રે સ્ટેશન આગળ જ એક નાની શી ઓરડીમાં હું તથા સખારામ ગાર સૂતા. બીજા પણ બે ત્રણ જણ ત્યાં હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust, .