________________ આપવીતી જમ્યા પછી હું ત્યાં જવા નીકળ્યો. વરસાદ ઝી ઝીણે વરસતો હતો. દુર્ગાઘાટ પૂછતો પૂછતો જતો હતો ત્યાં એક અન્નછત્રમાં જમનાર બ્રાહ્મણ મળ્યો. તેણે કહ્યું “હું ત્યાં જ જાઉં છું, તમે મારી સાથે ચાલો.' તે મને સાંકડી ગલીમાં થઈને (કાશીમાં આવી ગલીઓ બહુ છે) લઈ જવા લાગ્યો. મારા મનમાં ઘડી વાર શંકા થઈ આવી કે આ માણસ મને લૂંટી લેવા ક્યાંક અગોચર જગ્યાએ તે નહિ લઈ જતો હેય! ક્યાંક ક્યાંક તો તદ્દન અંધારું આવતું, કેમ જાણે અમે એકાંદ ખાણમાં થઈને ચાલતા હોઈએ ! મારી પાસે આના બે આનાથી વધુ મતા નહતી. બાકી બધું સખારામ ગોરને ઘેર પાકીટમાં હતું. આ વાત યાદ આવતાં “ડર તો પીછે રહ' એ કહેવત મુજબ મારો ભય જતો રહ્યો. આ અન્નછત્રવાસી બ્રાહ્મણ મને ગમે ત્યાં લઈ જાય તો પણ મારી પાસેથી તેને કશુંયે મળે એમ નથી, એમ ધારી મૂંગે મૂંગે હું તેની પાછળ ચાલ્યા. છેવટે દુર્ગાઘાટ નજીક આવતાં મને શેણવીઓનો મઠ ચીધી પેલે બીજી તરફ ગયો. - શેણવીને મઠમાં આ વખતે શ્રી. ગોવિંદરાવ પાલેકર . નામના એક વયેવૃદ્ધ ગૃહસ્થ રહેતા હતા. તેમના દીકરા શ્રી. વામન ગેવિંદ પાલેકર (બેલગામના એક પ્રખ્યાત વકીલ)નું નામ મેં સાંભળ્યું હતું. શ્રી. વામનરાવ ગુજરી જવાથી કંઈ ઘરકામ સારુ ગોવિંદરાવને કાશીની કેરટમાં જવું પડયું. ' ચાલતા જવું અશક્ય હતું તેથી ડેળીમાં બેસી કેરટમાં ગયા. પણ પાછી આવતી વખતે તે વરસાદ પડ્યો અને પરિણામે ઘેર આવી: માંદા પડયા. તેમને અતિસારનો રોગ લાગુ પડયોઃ હું જ્યારે મઠમાં ગયા ત્યારે તે ખૂબ માંદા હતા. છતાં મારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust