________________ પૂનાથી વાલિયર ' + 57 બી. નારાયણરાવ નામના તાંજોર તરફના એક વિદ્યાથી ગ્વાલિયરમાં બી. એલ. (વકીલાત)નો અભ્યાસ કરતા હતા, દા. વાગળને ઘેર તે વારંવાર આવતા તેથી તેમને અને મારો ઠીક પરિચય થયો હતો. તે જરા ઉતાવળિયા સ્વભાવના હતા; પણ ખૂબ નિખાલસ દિલના હાઈ ટૂંક મુદતમાં જ અમારી વચ્ચે માયા થઈ હતી. હું કાશી ગયા પછી મારા ખર્ચને માટે દર મહિને ત્રણ રૂપિયા મોકલવાનું વચન આપી પહેલા ત્રણ રૂપિયા તેમણે મને અગાઉથી જ આપ્યા. દા. વાગળેએ ખરચને સારુ વીસ રૂપિયા આપ્યા, અને તેમના મિત્ર શ્રી. માલપે એક રૂપિયો આપ્યો. આ ઉપરાંત દા. વાગળેએ ટાઢથી બચવા સારુ મને એક ખૂબ જાડે કટ આપે. બે શિયાળા સુધી તે મને ખૂબ કામ આવેલો. - કાશીમાં સંન્યાસીની માફક રહેવું શક્ય નહોતું. કારણ, ગ્વાલિયરના શાસ્ત્રીબુવાએ જેમ મને સંસ્કૃત શીખવવા ના . પાડી તેમ કાશીના શાસ્ત્રીઓ પણ કરે એ બીક હતી જ. તેથી બી. નારાયણરાવની સલાહથી મારે પાછું યજ્ઞોપવીત ધારીને બ્રાહ્મણ બનવું એવો ઠરાવ કર્યો. પણ શિખા ક્યાંથી લાવવી? પૂના અને રોટલી બન્ને એક સાથે જ છોડ્યાં હતાં! અંતે નારાયણરાવે જ આ સવાલનો પણ ઉકેલ કર્યો. મારે માથે ઇંચ દોઢ ઈંચ જેટલા વાળ વધ્યા હતા. જતાં જતાં પ્રયાગ ઊતરી માટે ક્ષૌર કરાવવું અને તે વખતે માથા ઉપર વચ્ચોવચ એટલી પૂરતા થડા વાળ રખાવી લેવા એમ નકકી થયું. નારાયણરાવે બે ત્રણ જનોઈઓ પણ હું સ્ટેશને જવા નીકળ્યો ત્યારે મને આણી આપી. પોતે મને સ્ટેશને વળાવવા આવેલા. દા. વાગળેએ પોતાનો ટાંગે મને સ્ટેશને મૂકવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust