________________ 58 : : : આપવીતી મોકલ્યા હતા. ઘેરથી નીકળ્યા કે ઘોડે ચમકો; બીજો કોઈ હોય તે અપશુકન ગણ પાછા : ફરે. પણ હું તે જરાય ગભરાયો નહિ. સારે નસીબે નારાયણરાવ પણ શુકન અપશુકન માનનારા નહતા. આગળ જતાં તો ઘેડે ખાસો ચાલ્યો અને અમે સુખેથી ગ્વાલિયર સ્ટેશને પહોંચ્યા. બી. નારાયણરાવ અને બીજા એક બે ગૃહસ્થની રજા લઈ હું ગાડીમાં બેઠે. આ દિવસ (1900) સપ્ટેમ્બર મહિનાની ૧૭મી તારીખ હતે એમ સ્મરણ છે. : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust