________________ * આપવીતી " કાશી જેવા ક્ષેત્રમાં તમારી ઊઠવેઠ કોણ કરશે? નોકરી મળે છે કે ન મળે એટલી જ જે તમારા મનને શંકા હોય તો હું તમને તે મળે ત્યાં સુધી મારા પગારમાંથી દર મહિને ત્રીસ રૂપિયા આપવા સ્ટેમ્પના કાગળ પર લખી દેવા તૈયાર છું!” તેમની આ ઉદારતાને સારુ મેં તેમનો આભાર માન્યો. મેં કહ્યું: “હું તમારે ઋણું છું. આ છ મહિના થયાં તમે ખરેખર જ મને સગા ભાઈની પેઠે રાખ્યો છે અને અત્યારે પણ એ જ પ્રેમ તમારી પાસે આ બધું કહેવડાવે છે. પણ તમારા નાના ભાઈની જિજ્ઞાસા તૃપ્ત કરવી એ પણ તમારી એક ફરજ નથી શું? સિંધિયા રાજ્યમાં એકાદી કારકુની કરતાં કરતાં જ હું જિંદગી પૂરી કરું ને મરું એ તમને ઠીક લાગે છે? તમે જ્યાં સુધી અહીં બેઠા છે ત્યાં મને કારકુની મળતાં તો કેટલી વાર? પણ આજે સંસ્કૃત શીખવાની મારી ઉત્કટ ઈચ્છા કચડી નાંખી અહીં કારકુની સ્વીકારવામાં મારું શું કલ્યાણ થવાનું? મને મદદ કરવાની જ જે તમારી ઈચ્છા છે તો તે મારા શિક્ષણની બાબતમાં કરે. બીજા કશાને સારુ મને મદદની અપેક્ષા નથી.” મારું બેલવું તેમને રુચ્યું નહિ. માલપ કરીને મરાઠા જાતિના એક ગૃહસ્થ તેમના મિત્ર હતા. તેમની મારફત મારું મન ફેરવવાનો પણ તેમણે પ્રયત્ન કરી જે. પણ મારે સંકલ્પ કઈ ફેરવી શકે એમ નહોતું. છેવટે ઘણી નાખુશીપૂર્વક તેમણે મને કાશી જવાની સંમતિ આપી. એટલું જ નહિ પણ હસ્તપરહસ્તે મારા શિક્ષણની બાબતમાં મદદ કરવા વચન પણ આપ્યું. વળી જે કાશીમાં બરાબર ગોઠવણ ન જ થાય ? તો મારે પાછા ગ્વાલિયર ચાલ્યા આવવું એમ પણ કહી રાખ્યું. ' , ' , ' . . ; ' - : , .. P.P. Ac. Gunrathasuri M.S. Jun Gun Aaradhak Trust