________________ પૂનાથી વાલિયર શીખવવા મેં વિનંતી કરી પણ તે તેણે સ્વીકારી નહિ. તથાપિ આ બાબતમાં જાતઉદ્યમથી જે કંઈ બની શકે એમ હતું તે કરવામાં મેં બાકી રાખ્યું નહિ. . * હું કાશી જવા વિષે વાત કાઢું ને દા. વાગળે “જોઈશું” કરીને જવાબ આપે. આમ ઘણું દિવસ ચાલ્યું. છેવટે એક દિવસ તેમણે કહ્યું, “જુઓ, હું તમને મારા નાના ભાઈ જેવા સમજું છું. તમે આમ દેશવિદેશ ભટકતા ફરી નકામું આયુષ્ય ગુમાવો એ મને જરાય પસંદ નથી. તમને મરાઠી સરસ આવડે છે, અને અહીં મારા જેવો કોઈ તમારે માટે પ્રયત્ન કરે તે તમારા જેવાને સારુ પચીસ ત્રીસ રૂપિયાની નોકરી મળવી મુશ્કેલ નથી. વળી તમે હેશિયાર અને પ્રમાણિક જુવાન એટલે પાંચ છ વર્ષમાં બસો અઢીસો રૂપિયા સુધી પહોંચ્યા વિના નહિ રહે.” કેવળ મરાઠી જાણનારા કેટલાક ગૃહસ્થોની આવી ચડતી થયાના કેટલાક દાખલા પણ આપ્યા. પણ તેમની વાત સાંભળી એક પ્રકારના વિસ્મય અને કૌતુક લાગવા ઉપરાંત તેની મારા મન ઉપર બીજી કશી જ અસર ન થઈ - લગભગ છ મહિનાના અનુભવને અંતે દા. વાગળેએ . ' માસિક રૂ. 25 થી 200 સુધીની મારી કિંમત કરી એની મને ભારે નવાઈ લાગી ! મેં તેમને ચોખ્ખું કહ્યું કે, “મારી જહેમત પૈસા મેળવવા સારુ નહિ પણ આત્મતૃપ્તિને સારુ છે. પૈસો કમાવા ખાતર મેં ગૃહત્યાગ કે દેશત્યાગ કર્યો નથી.” પણ તેમને કઈ રીતે મારી વાત હૈયે બેસે નહિ. તે બોલ્યા, - “તમારું ખાનપાન જોતાં તો તમે કાયમના રોગી દેખાઓ છે. અહીં તે માંદેસાજે તમને સંભાળી લેનાર હું છું. પણ P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust