________________ 54 * આપવીતી. - ત્યારે જ છોડ્યો હતો. પણ તેને બદલે બીડી પીવાનું રાખ્યું છે હતું. ગ્વાલિયરમાં બીડી મળતી તે ખરી પણ દા. વાગળે સિગારેટ પીતા. આસ્તે આસ્તે ધૂમ્રપાનનું વ્યસન ઓછું કરતાં કરતાં રોજની ત્રણ સિગારેટ પીવા સુધી હું આવ્યો. પણ જે આ ત્રણ સિગારેટ ન મળી તો જીવ આકુળવ્યાકુળ થઈ જતો. દા. વાગળે પણ વચ્ચે વચ્ચે આ વ્યસન છોડવા મને શિખામણ આપતા, પણ મારાથી તે કેમે કર્યું છૂટે નહિ. ગરમીના ત્રાસથી જ્યારે મને તાવ આવ્યો ત્યારે મારા મોઢાની રુચિ ઊડી ગઈ અને બીડી કે સિગારેટ કઈ જ ન જોઈએ એમ થઈ ગયું. વ્યસનમાંથી છૂટવાની આ જ તક સર્વોત્તમ છે, એમ જોઈ મેં નિશ્ચય કર્યો. બીજ અઠવાડિયામાં તો આ નિશ્ચય ડગશે કે શું એમ લાગ્યું. પણ સદ્ભાગ્યે હું ન જ ચળ્યો. છેલ્લાં બાર તેર વર્ષમાં હું બીડી કે સિગારેટને નથી જ અડક્યો એમ તે નહિ કહું; સિલોન અને બ્રહ્મદેશમાં હતો ત્યારે કોઈક પ્રસંગે એકાદ બે સિગારેટ કે ચિરૂટ પીધી હશે, પણ તંબાકુનું વ્યસન જે ગ્વાલિયરમાં છૂટી ગયું તે ફરી પાછું વળગ્યું નથી. * દા. વાગને ઘેર જઈ જમવું અને ઓરડીએ જઈને બેસવું એટલું જ જોખમદારીનું કામ ગ્વાલિયરમાં મારા ઉપર હતું ! પણ આમ નવરા બેસી રહેવાનો તે મને મૂળથી જ અણગમો. “કાવ્યસંગ્રહ'માં છાપેલ મેરો પંતનાં કેટલાંય કાવ્યો મેં વાંચ્યાં. દા. વાગળના ભાણેજને શીખવવા એક ગ્રેજ્યુએટ શિક્ષક આવતા તે પોતે સંસ્કૃતનો અભ્યાસ કરતા. તેમની પાસેથી “કિરાતાજુનીય'ના કેટલાક કે સમજી લઈ મેં મેઢે કર્યો. વાલિયરની કોલેજમાં જઈ ત્યાંના શાસ્ત્રીને મને સંસ્કૃત શિક્ષક તાલીમ ઈ ત્યાંના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust