________________ પૂનાથી વાલિયર * 53. નહિ. ઝાંસીથી નીકળી ઘણુંખરું 12 મી માર્ચના અરસામાં હું ગ્વાલિયર પહોંચ્યો. ત્યાં દા. લેલેને ઘેર ઊતર્યો. બીજે દિવસે દા. દ્વારકાનાથ શંકર વાગળને મળવા ગયો. પહેલાં તે તેમણે મારો સત્કાર ન કર્યો. પરંતુ, હું મૂળ સારસ્વત બ્રાહ્મણ છું, એમ જ્યારે તેમણે જાણ્યું ત્યારે પિતાને જ ઘેર આવીને રહેવાનો તેમણે મને આગ્રહ કર્યો. પણ તેમના ઘરમાં જગ્યાની સંકડાશને લીધે અને તેમના ઘરનાં બૈરાં ઉત્તર હિંદુસ્તાનના રિવાજ મુજબ પડદનશીન હોવાને લીધે, મને ઇલાયદી જગ્યા મળે તે વધારે ઠીક એમ મેં તેમને જણાવ્યું. તેમણે પડેશમાં જ એક ઉમરાવના બંગલાની પાછલી બાજુની ઓરડી મને અપાવી. અહીં મેં છ મહિના ગાળ્યા. ગ્વાલિયર પહોંચ્યો ત્યારે મારી તબિયત બગડેલી જ હતી. દા. વાગળેએ દવા કરીને એક અઠવાડિયામાં મને સાજો કર્યો. હવે મેં મારા વિચાર કાશી જવાનો છે” એમ તેમને જણાવ્યું. તેમણે કહ્યું, “ઉનાળાના દિવસ છે, તમને ખૂબ ત્રાસ થશે. ઉનાળો પૂરો થાય પછી જજે.” મને તેમનું કહેવું યોગ્ય લાગ્યું. ગ્વાલિયરનો ઉનાળો પણ કંઈ જેવો તેવો નહોતો. બાર વાગ્યા કે ઘર બહાર નીકળવાની વાત ન કરવી ! વળી કઈ કઈ વાર તો એવો ગરમ પવન ફૂંકાય કે રાત આખી ડિલ બધું લાય લાય થાય અને પળવાર પણ ઊંધ ન આવે. એક વાર આવી ગરમીને લીધે મને સખત તાવ ભરાયો. બે ત્રણ દિવસ પથારીવશ રહેવું પડ્યું. દા. વાગળની જ દવાથી તાવ ગયે અને પાછી તબિયત પહેલ જેવી થઈ બીડી પીવાનું વ્યસન એવું તે ચોટયું હતું કે અનેક પ્રયત્નો કર્યા પણ છેડયું છૂટે નહિ. હુકકે તો ગોવામાં હતો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust