________________ રોજનીશી અને ટાંચણો “ફાલૂન વાંટા માથી કરાવા વઝટ मग त्याच्या आधारें। करणें तें अवधे बरें // " तुकाराम ખીલો હલાવતા જવું અને ધરબતા જવું; એમ પ્રથમ પાયે મજબૂત કરીને પછી તેને આધારે જે કંઈ કરવામાં આવે તે બધું જ સુંદર થાય. -તુકારામ તારીખ 23 જૂન ૧૮૯૫ના રોજથી એક જૂની નોંધપોથીમાં મેં રોજનીશી લખી છે. આ જ નોટમાં ૧૮૯૮૯૯નાં કેટલાંક ટાંચણ છે. સાત વર્ષે ઘેર આવ્યા ત્યારે જૂના કાગળમાંથી આ નોંધપોથી મને મળી આવી. અત્યારે પાછલી વાતો લખવામાં તેને મને ખૂબ ઉપયોગ થાય છે. ૧૮૯૬ની રોજનીશી કયાં ખોવાઈ તે માલૂમ નથી. ગોવા છડી પૂને આવ્યા પછી છૂટક ટાંચણે કરવાનો ભારે રિવાજ હતો. આ ટાંચણની ચેપડી ૧૯૦૪ની સાલમાં સીલબંધ કરીને કલકત્તાની મહાબોધી સભાને મંત્રીને મેં સેંપી હતી. પણ પાછળથી મહાબોધી સભાનાં તમામ પુસ્તકે કાશી નજીક સારનાથ ખાતે લઈ જવામાં આવ્યાં. ત્યાં કેટલાંક પુસ્તકે ઊધઈએ ખાધાં અને કેટલાંક ગુમ થયાં. આ ઊથલપાથલમાં મારી નોંધપોથી ગઈ તે હજ હાથ લાગી નથી. તપાસ તો પુષ્કળ કરી પણ