________________ 27 દેશયાગ વળતે જ દિવસે મેં નીકળવાનું નક્કી કર્યું. તે વખતે મડગાંવથી મળસ્કે મદ્રાસ, ટાઈમ છ કે સાડા છએ ટ્રેન ઊપડતી. તેથી બાણુવલીમાં રાત રહીને સવારે ગાડીએ પહોંચવું મુશ્કેલ હતું. રાતની રાત મને ઘરમાં રહેવા દે ને વીશીમાં જમવા ન મોકલે, એવી શ્રી. ભિકુ નાયક આગળ મેં ઘણી આજીજી કરી પણ તે તેમણે માન્ય કરી નહિ. છેવટે એક વીશીમાં ખાઈ રાત્રે મડગાંવમાં ક્યાંક પડી રહ્યો. અને બીજે દિવસ એટલે તારીખ બીજી ડિસેમ્બરે મડગાંવ છોડ્યું. શ્રી. વિષ્ણુ નાયકે આપેલ એક ત્રાંબાનો લોટ અને એક શેતરંજી એટલો જ સામાન મારી સાથે હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust