________________ આપવીતી એટલે ત્યાં મારી કંઈ ને કંઈ સગવડ થશે એમ મને લાગ્યું. મારા મિત્ર શ્રી. વિષ્ણુ રંગાજી શેળડેકરે શ્રી. અનંત રામકૃષ્ણ રેડકર જેઓ પૂનામાં સધર્ન મરાઠા રેલવેની બ્રાન્ચ ઑફિસમાં હેડ કલાર્ક હતા તેમની ઉપર કાગળ લખી આપવાનું વચન આપ્યું. મારે વિષે અગાઉ પણ એક વાર તેમણે શ્રી. રેડકર ઉપર એક કાગળ લખ્યો હતો. પણ તેને જવાબ આવ્યો. નહોતો. આ બાજુ હું તે ઘર છોડવા અધીરો બન્યો હતો. તેથી શ્રી. રેડકરના જવાબની રાહ જોયા વગર એમ ને એમ પૂને પહોંચીને ત્યાં જ તેમને જાતે મળવાને મેં ઠરાવ કર્યો. અને 1899 ના નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં હું મડગાંવ આવ્યું. મારા સગા શ્રી. ભિક નાયકે મને વાટખરચીને સારુ દસ રૂપિયા આપ્યા, અને શ્રી. વિષ્ણુ નાયકે પંદર આપ્યા. મડગાંવમાં હું શ્રી. ભિક નાયકને ઘેર જ રહેતા. પણ આ વખતે તેમણે મને પોતાને ઘેર રાખે નહિ. પોતાને પણું ન્યાતબહાર થવું પડે એવી એમને બીક લાગી. મારે પાટલો જોઈએ તો દૂર માંડે અને મારે ભાણાઅબેટ પણ હું જાતે દઈ દઈશ એમ મેં તેમને કહ્યું. પણ મારા કમનસીબે તેમને મારી દયા ન આવી. . - વિષ્ણુપંત શેળડેકર મને મડગાંવમાં મળે એમ નક્કી થયું હતું, પણ તેમણે સુધ્ધાં જાતે મળવા આવવાને બદલે પોતાના ભાઈ જોડે શ્રી. રેડકર ઉપરનો કાગળ મને મોકલી આપે. તેમના આ કાગળને સારુ મારે મડગાંવમાં બે ત્રણ * દિવસ ખાટી થવું પડ્યું. પરંતુ મડગાંવમાં જમવાની સગવડ ન થવાથી બાંણાવેલીમાં મારી બહેનને ઘેર રહ્યો. ડિસેમ્બરની પહેલી તારીખે વિષ્ણુ પતને કાગળ મારા હાથમાં આવ્યા ને