________________ રજનીશી અને ટાંચણે પત્તો ન લાગ્યો. આ ચોપડી જે મારી પાસે હોત તો આજે આ આપવીતી લખવાનું ઘણું સહેલું થઈ પડત. અત્યારે તો મારી બચેલી જૂની નોંધમાંની આખી રોજનીશી અગર તો લાંબાં લાંબાં ટાંચણે આપીને વાચકોને કંટાળો આપવાની મારી ઇચ્છા નથી. માત્ર ગાવા છેડી પૂને આવ્યા પહેલાં મારા વિચારો કેવા હતા તેનો વાચકને કંઈક ખ્યાલ આપવા ઈચ્છું છું. હું દુનિયાના દુઃખથી કંટાળીને ઘર છોડી નીકળ્યો અને કેવળ નસીબને જેરે આગળ આવ્યા એવું કેટલાકનું માનવું છે. બીજા કેટલાકને એમ લાગે છે કે ગવા છોડ્યા પછી મારા ધાર્મિક અને સામાજિક વિચારે બદલાયેલા. આ અને આવી બીજી ગેરસમજ દૂર કરવા મારી નોંધમાંથી એક બે ઉતારા અહીં આપીશ.' [ કરાંઓને ઉપદેશ ] * “સાંકવાળ, તારીખ 22 , 1898 જેઠ સુદ 2 રવિ. છોકરાંઓ, મારી પાછળ તમારે માટે કંઈ રહે એમ હું ઇચ્છું છું. તમારે માટે પાછળ મૂકી જાઉં એ કશે પૈસે તો મારી પાસે નથી. એટલે આ દુનિયાને જે કંઈ થડે અનુભવ મળ્યો છે તે જ અહીં તમારે સારુ ટપકાવી મૂકું છું. તેને તમે સદુપયોગ કરજે. આ નોંધપોથી કાળના સપાટામાંથી બચશે તે માટી ઉમ્મરે તે તમારે હાથ આવશે. તે વખતે મેં કરેલાં આ ટાંચણો તથા બીજી બાબતો તમે વાંચી જજે. તેમાં તમને કેટલેક ઠેકાણે સંસારમાં ઉપગી બાબત જડશે. છોકરાંઓ, તમને ભલે સારા વાલી ન મળ્યા હોય, તોપણ તમે તમારાં છોકરાંઓના સારા વાલી બને એમ હું મારા અંતઃકરણપૂર્વક ઇચ્છું છું. તમને તમારા વાલીઓએ ઘટતે ઉદ્યમ ન Jun Gun Aaradhak Trust * આ ઉપદેશ મેં મારા ભત્રીજાઓને ઉદેશીને લખ્યો હતો. - PP AC. ................ ...