________________ 300 આપવીતી મુંબઈને મજૂરોની સ્થિતિ કેવી રીતે સુધારી શકાય, એ વિષય - ઉપર “સુબોધપત્રિકા' અને “સુધારક'માં કેટલાક લેખો પણ - લખ્યા. હિંદી પ્રજાની શક્તિને અપવ્યય અટકાવી તેનો ઉપયોગ શારીરિક અને માનસિક સુખ તરફ કેમ વાળી શકાય એનો હું સતત વિચાર કરતો. વિચાર પ્રમાણે કાર્ય કરી બતાવવાને આપણે દેશ એગ્ય ક્ષેત્ર નથી અથવા તો મારામાં તેટલું સામર્થ્ય પણ નથી એ હું જાણતો. તોપણુ આવા વિચારથીકે જોઈએ તે સ્વપ્નાંઓથી કહે - મારા મનને ખૂબ આનંદ થતા, અને હિન્દુસ્તાનની દારિદ્યપીડિત જનતાને આજે કેળવણી વગેરેના લાભ કેમ મળી શકે તેને વિચાર કરવો હજી આજે પણ મને બહુ જ ગમે છે. આ વિચારોમાં હું ઘડીક મારાં શારીરિક તેમ જ માનસિક બધાં દુઃખો ભૂલી જાઉં છું. આમ અમેરિકા જવાથી જે મને સૌથી બે લાભ થયે ન હોય તો તે એ કે સમાજશાસ્ત્રના અભ્યાસની મારામાં રુચિ ઉત્પન્ન થઈ. હિન્દુસ્તાનમાં રહ્યા હોત તો એકલા ધાર્મિક વિચારમાં મારું આયુષ્ય વીત્યું હોત. “શરીરમાર્થ રવ ધર્મસાધનમ્” એ સુત્રને જરૂર હું ભૂલી ગયા હોત. પણ અમેરિકા જવાથી આ સિદ્ધાંતને મને સંગીન પરિચય થયો અને તેની પાધિમાત્ય શાસ્ત્રોએ કરેલ ચર્ચા જાણવાની મને તક મળી. આને અર્થ કોઈ એમ ન કરે કે સમાજરચનામાં સારીરમાર્થ વહુ ધર્માધન' અથવા તો મમર્મવંતિ મૂતાનિ' એ સૂત્ર મારા મનને કબજે લીધો. પણ એટલું જ કે અગાઉ આ સૂત્રો વિષે હું આંધળોભીંત હતો તે નષ્ટ થતાં સામાજિક જીવનમાં હું તેને ઘટતું ભાન આપવા લાગ્યો. ધાર્મિક ઉન્નતિ વગર માનવજાતિની ઉન્નતિ નથી એ સૂત્ર મને આજે પણ માન્ય છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust