________________ અમેરિકાની સફર રહe ઘણે ભાગે વિશુદ્ધિ માર્ગને અઘરા પાઠનો નિર્ણય કરતો અગર તો તેમાં આવેલા બીજા ઉતારાઓ શોધી કાઢતે. રવિવારે આ દિનચર્યામાં ફેર પડતો. અમેરિકન લોકે આ દિવસે ઘણુંખરું મેડા ઊઠે છે. તે પણ હું સાતને સુમારે ઊઠતો. માત્ર પ્ર. લેનમનને ઘેર સહેજ મોડે જ. ત્યાં 10 કે 11 વાગ્યા સુધી કામ કરીને કેઈ ચર્ચમાં - ઘણુંખરું એપલટન દેવળમાં - સર્મન (ધર્મોપદેશ) સાંભળવા જતો. આ દેવળ હાર્વર્ડ યુનિવર્સિટીનું હાઈ તેમાં સાંપ્રદાયિક ભેદભાવ ન રખાતા. યહૂદી રાબીઓ (ઉપદેશકો)ને પણ અહીં ધર્મોપદેશ કરવા નોતરવામાં આવતા. અમેરિકાના નામાંકિત ધર્મોપદેશકોનાં વ્યાખ્યાનો સાંભળવાની અહીં સરસ તક મળે છે. માત્ર યુનિવર્સિટી બંધ હોય ત્યારે અહીં નિત્યનિયમ ઉપરાંત વિશેષ સારાં સર્મને થતાં નથી. આથી ઉનાળાની રજામાં વળી બીજા કોઈ દેવળોમાં હું સર્મન સાંભળવા જતો. બેસ્ટનની જુદી જુદી સંસ્થાઓના આશરા હેઠળ થતાં ભાષણો સાંભળવા પણ જતો. એટલે કે એકાદ રવિવારે નેશનલિસ્ટ સભાના ભાષણમાં જાઉં તો બીજે રવિવારે વળી સોશિયાલિસ્ટ સભાના કોઈ ભાષણમાં હાજર રહે. વળી ભાષણના વખત એકની પાછળ એક એમ હોય તેથી કોઈ કોઈ વાર એક જ દિવસમાં બે ત્રણ વ્યાખ્યાન સાંભળવાનો લાભ મળે. વાંચનમાં મારે મુખ્ય વિષય સમાજશાસ્ત્ર (Social Science) હતો. આ વિષય ઉપર લખાયેલાં અનેક પુસ્તકો મેં વાંચ્યાં. કેટલાંક તો વેચાતાં પણ લીધાં. બકે આ વિષયનું મને એક જાતનું ઘેલું જ લાગ્યું હતું એમ કહું તે ખોટું . નથી. આ જ અરસામાં મેં સહકારિતાના સિદ્ધાંત ઉપર Jun Gun Aaradhak Trust P.P. AG. Gunratnasuri M.S.