________________ 238 આપવીતી હોય તે દિવસે બપોરે હું પડોશમાં આવેલી ટેકરી ઉપર જઈને બેસતો. અહીંથી નીચેના પ્રદેશનો દેખાવ બહુ રમણીય દેખાતો. આ વિહારમાં પણ મારી જમવાની હાડમારી એવી ને એવી જ ચાલુ રહી ! માંસમાછલી વિનાનું ભેજન મળવું અશક્ય હેવાથી બાફેલા મગ, ભાત અને ડમ્બાને માખણ પર મારે દિવસો કાઢવા પડતા. કોઈ વાર દહીં મળતું. અને કેટલાક દિવસ સુધી એક હિન્દુસ્તાની સિપાઈ મારે સારુ દાળ મોકલતા. આટલી હાડમારી છતાં માંડલે કરતાં અહીં મારા દિવસે ઠીક ગયા. ચાતુર્માસ પૂરો થયા પછી પ્રજ્ઞાસ્વામી સ્થવિરે મને પિતાના વિહારમાં રહેવા લાવ્યો. સાગર સ્થવિરની રજાથી - હું ત્યાં રહેવા ગયો. પ્રજ્ઞાસ્વામી સ્થવિરને હું “મુગ્ધબોધ' વ્યાકરણ શીખવતો, અને તે મને અભિધર્માર્થસંગ્રહ શીખવતા. પરંતુ અહીં સુધ્ધાં તેલવાળો ખોરાક ખાવો પડતો, તેથી મારી તબિયત વળી પાછી બગડી. એક પારસી દાક્તરની દવા કરી જોઈ પણ કંઈ ફાયદો ન થા. હવે હું સાવ કંટાળે. જીવવું અકારું થઈ પડ્યું. એક દિવસ તો દાક્તરે પગે ચેળવી દવા આપેલી તે પર ઝેર (Poison) એમ લખ્યું હતું. તે રાત્રે આ દવા પીને જીવનો અંત આણવાનો વિચાર મારા મનમાં કેટલીયે વાર આવ્યો ! અંતે તે બાટલીને બારી વાટે બહાર ઢોળી નાંખી હું ઊંઘી ગયો ! - , થડા દિવસ હવાફેર કરવાનો વિચાર કરી હુમલમિનની પેલી મેર આવેલ “બિલૂચાઊન' નામે બેટમાં રહેવા ગયો. ત્યાં ઘીચ જંગલવાળી એક ટેકરી પર એક નાની ઝૂંપડીમાં હું રહેતો. થેડેક છે. કેટલાક ભિક્ષુઓ રહેતા હતા. પણ રાતે હું મારી ઝૂંપડીમાં એક જ સૂતો. અહીં પણ મારી તબિયત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust