________________ 237 વળી બ્રાદેશ કરતાં અહીં ઠીક ગોઠતું. પણ કેટલાક દિવસ પછી બરમ લેકેનું રાંધેલું અન્ન મારી તબિયતને માફક ન જ આવ્યું. એક તો દૂધ, ઘી વગેરે લગભગ મળતાં જ નહિ, શાકમાં તેલ હોય અને તે પણ કેટલીક ચીજોમાં તે કાચું. આથી મને ભારે ત્રાસ થવા લાગ્યો. અધૂરામાં પૂરું માંડલેની હવા. પણ મે મહિના લગભગમાં બહુ સખત હોય છે. તેથી મેં ત્યાંથી મોમિન જવાનું નક્કી કર્યું. બૌદ્ધધર્મના પ્રચાર માટે તે વખતે માંડમાં એક સભા સ્થપાઈ હતી. ભિક્ષુઓને મદદ કરવી, વ્યાખ્યાન આપવાં, બરમભાષામાં બૌદ્ધધર્મ વિષે પુસ્તકે પ્રસિદ્ધ કરવાં, વગેરે કામ આ સભા કરતી. આ સભાએ રંગૂન સુધીની ટિકિટ મને કઢાવી આપી. પછીની મુસાફરી મેં આગબોટ રસ્તે કરી. માંડલે અને માલમિન શહેરના વિહારમાં જમીન આસમાનનો ફેર છે. મોલિમિનના કેટલાક વિહારો માંડલેના બરમી રાજાઓના વખતના વિહારને પણ આંટે એવા છે. અહીંના વેપારીઓ ખૂબ શ્રીમંત હોવાથી તેમણે મોટા મોટા વિહાર બંધાવ્યા છે. આ વિહારમાં સોનાના વરખનાં નકશીકામ કરેલાં છે. માત્ર અહીં માંડલે જેટલા ભિક્ષુઓ નથી. માટે વિશાળ વિહાર હોય પણ તેમાં ચાર પાંચ ભિક્ષુ રહેતા હોય ! અહીં ભિક્ષુઓને દાન પણ ખૂબ મળતાં. ચાતુર્માસમાં તે અનેક સ્થળે સાર્વજનિક દાન અપાય. આવે વખતે તે ભિક્ષુઓને એક એક મજૂરને સાથે લઈને જવું પડે ! અહીં હું જ સાગર સ્થવિરના વિજયંત વિહારમાં રહેતા હતો. આ વિહાર ખૂબ મટે છે. પણ હું તો સ્તૂપને પડખે એક નાની ઓરડી હતી તેમાં રહેતો. જે દિવસે વરસાદ ન .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust