________________ વળી બ્રહ્મદેશ 239 સારી ન રહી. મોલમિનથી પાંચ છ માઈલને છે. એક જંગલમાં લાકડાની કેટલીક સુંદર ઝૂંપડીઓ હતી. ત્યાં કેટલાક ભિક્ષુઓ રહેતા. ત્યાં આગળ પાણીના ઝરા પણ બહુ સુંદર છે. ત્યાં જઈને હું પંદર વીસ દિવસ રહ્યો. મારી ઝૂંપડી બીજી ઝૂંપડીઓથી ખૂબ દૂર હતી. વળી આ જંગલમાં વાઘને ભો પણ ઠીક હતો. પણ મને આ હિંસક પશુઓ તરફથી કશી હેરાનગતિ ન થઈ માત્ર જમવાની બાબતમાં મારી હાડમારી ટળી નહિ. ભિક્ષા માટે રોજ બે અઢી માઈલ જવું પડતું અને તેમ કરીને પણ ભાત ઉપરાંત બીજું કંઈ ભાગ્યે જ મળતું. માંસ માછલી વગેરે મળતાં, પણ મને તે શા ખપનાં? મતલબ કે બ્રહ્મદેશમાં ભિક્ષુ બનીને વસવું મને લગભગ અશક્ય જણાયું. ભિક્ષુથી પિતાનું રંધાય નહિ, અને બીજાનું આપેલું ભિક્ષાન્ન ખાઈને રહેવું મારે સારુ હવે અશક્ય હતું. આ સ્થિતિમાં બાકીના દિવસો હિંદુસ્તાનમાં જ ક્યાંક ગાળવા એવો મેં વિચાર કર્યો. પણ પ્રજ્ઞાસ્વામી વગેરે સ્થવિરોનું કહેવું એમ હતું કે, હિન્દુસ્તાનમાં બૌદ્ધ ભિક્ષુઓ ન હોવાથી ત્યાં એકલા ભિક્ષુથી વિનયાદિ નિયમોને અનુસરીને રહેવું કપરું છે. જમવાની બાબતમાં હવે વધુ વખત ભિક્ષુત્વને વળગી રહેવામાં સાર નથી એમ જોઈ મને તે મૂકી દેવાની છૂટ આપવા મેં વિરોને વિનંતિ કરી. મારે પાસે પૈસા રાખવા પડે, કેઈ વાર હાથે રસાઈ કરી લેવાનો પણ વખત આવે, કદી બાર વાગી ગયા પછી જમવાનો પ્રસંગ આવે, આમ ભિક્ષુના બધા નિયમ પાળવાનું મારાથી બની ન શકે. તેથી વિધિસર ભિક્ષુત્વનો ત્યાગ કરી મને જવા દો એમ મેં કહ્યું. પ્રજ્ઞાસ્વામી સ્થવિરે આ બાબતમાં મને ટેકો આપ્યો. અને મારે સારુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust