________________ 212 આપવીતી એક હરણને શિકારીનું બાણ વાગ્યું. તેણે તે મહા* મહેનતે બહાર ખેંચી કાઢી જંગલ તરફ નાસવા માંડયું. પણ જખમમાંથી લોહીની જે ધાર ચાલી તેની નિશાનીથી શિકારીએ તેનો પત્તો મેળવી અને તેને પકડ્યું. મોતની વેળાએ હરણ બેલ્યું, “જે લેહીએ આજ સુધી મારું પિષણ કર્યું તે જ લોહી મારા કમનસીબે મારા મોતનું કારણ થઈ પડ્યું !" સંન્યાસી વગેરે આપણું ધર્મપ્રચારક ગણાતા લકે વિષે વાત કરવાને પ્રસંગ આવે છે ત્યારે આવી જ જાતના ઉદ્ગારે મેઢામાંથી નીકળ્યા વિના રહેતા નથી. જે કાળે છાપવાની કળા નીકળી નહોતી તે વખતે સાધુસંન્યાસી જ દેશમાં ચાલતાં બોલતાં પુસ્તકે હતાં. સ્ત્રીપુત્રાદિકની જંજાળ ન હોવાથી તેઓ દેશાટન દ્વારા સર્વત્ર સંચાર કરી જ્ઞાન મેળવતા અને નિર્ચીજ વૃત્તિથી અને મહેનતાણું લીધા વગર તેનું વિતરણ કરતા. આવા લકાના પ્રયત્નથી ભારતવાસીઓનું શીલ કેટલું ઉજજવળ બન્યું હતું તેની સાક્ષી હ્યુએનસંગ, ફાહન વગેરે ચીની મુસાફરોએ પિતાની યાત્રાની તવારીખમાં આપેલ છે. પણ આજે એ જ સાધુસંન્યાસીઓ આપણી પ્રગતિમાં આડે આવે છે. એટલું જ નહિ, પણ કેટલેક અંશે આપણી આજની દુર્દશાનું કારણ તેઓ જ છે એમ કહેવું અયુક્ત નહિ ગણાય. હવે મહંત શિરસ્તાની રૂએ સ્થાપેલા પોતાના હકથી ઊભી થયેલી વિચિત્ર પરિસ્થિતિ હેઠળ લાંબો વખત રહેવું મને ગમ્યું નહિ. તે પણ ચાતુર્માસ હોવાથી તુરત હું બીજે ક્યાંય જઈ શકું એમ નહોતું. તેથી આ બે ત્રણ મહિના મેં સિયામી લિપિમાં છાપેલ ત્રિપિટક ગ્રંથ વાંચવામાં ગાળ્યા. માત્ર સાંજને વખતે ઘણુંખરું હું નિરંજરા નદીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust