________________ બોદ્ધક્ષેત્રોની યાત્રા કાંઠે જઈને બેસતો, અને બાકીનો બધે વખત વાંચનમાં ગાળતો. - ચાતુર્માસ પૂરો થતાં હું, ઉપાસક અને અનવરત્ન - અમે ત્રણે જણ રાજગૃહ જેવા ગયા. આ જગ્યા ઈસ્ટ ઇન્ડિયા રેલવેના તિલધ્યા સ્ટેશનથી સોળ માઈલ છે. બુદ્ધના વખતમાં એ મગધ દેશની રાજધાનીનું શહેર હતું. આસપાસ ગૃધ્રકૂટ, પાંડવ, વૈભારે વગેરે ટેકરીઓ આવેલ છે. અંદર દાખલ થવાના રસ્તામાં એક ગરમ પાણીને ઝરો આવે છે. બુદ્ધના વખતમાં તેને તપદા કહેતા. આગળ જતાં હૈડે છે. સપ્તપર્ણી ગુફા છે. બુદ્ધના પરિનિર્વાણ પછી મહાકાશ્યપ સ્થવિરે અહીં જ પાંચસો ભિક્ષુઓની સભા ભરી ધર્મવિનયાદિ બુદ્ધના ઉપદેશનો સંગ્રહ કર્યો. ભિક્ષુઓની સભા સારુ અજાતશત્રુ રાજાએ આ ગુફાના મેં આગળ મોટો મંડપ તૈયાર કરાવ્યો હતો એમ કહેવાય છે. બુદ્ધ પછી થોડે જ વર્ષે રાજગૃહને ઊતરતી કળા બેડી. નંદે પોતાની રાજધાની પાટલીપુત્રમાં સ્થાપી એટલે રાજગૃહ સૂનું થઈ પડયું. આજે પણ આ સ્થાન વેરાન પડ્યું છે. એક ઉદાસી પંથના સંન્યાસીએ પાડોશના ગામમાં પોતાનો મઠ બાંધ્યો છે, તો પણ બુદ્ધગયાના મહંતની પેઠે તેણે આ સ્થળ ઉપર કબજે નથી જમાવ્યો. અહીં મગધરાજાને રાજમહેલ હતો. મૂળ એ જગ્યા જરાસંધને મહેલની છે એમ કહેવાય છે. અને આજે તો ગરમ પાણી ઝરે અને એવાં જ. બીજાં સ્થળાને પૌરાણિક સ્વરૂપ આપીને બ્રાહ્મણે જાત્રાળુઓ પાસેથી પૈસા કઢાવે છે! છતાં ગયાના જેટલું આ સ્થળને મહત્ત્વ નથી મળ્યું. અમે એક દિવસ ત્યાં ગાળી પાછા બુદ્ધગયા આવ્યા. ત્યાંથી હું અને ઉપાસક કુશિનારા ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust