________________ બદ્ધક્ષેત્રની યાત્રા 21 અહીંના લોકોને માટે નિશાળ કાઢવી એ મહંતને યોગ્ય નથી લાગતું. કારણ કે આ લોકો ભણીગણીને હોશિયાર થાય તો મજૂરી કરતાં શરમાતાં શીખે. અને તેમ થાય તે મહંતને મેટી અડચણ ઊભી થાય અને આસપાસનાં ખેતરો ખેડવા સારુ બહારગામથી લોક લાવવા પડે.' અંતે આ કામમાં મહંતની મદદની આશા છેડી જાતે જ બને તે મહેનત કરી જેવી, એવો વિચાર કરી ખરચમાં કરકસર કરીને થોડી બચત કરવા મેં પેલા સિંહલી ઉપાસકને કહ્યું. તેમ જ આ નિશાળના કામમાં બનતી મદદ કરવા ધર્મપાલને પણ મેં લખ્યું. એ જ અરસામાં એક મહેતાજી પણ અમને મળી ગયો. ગરીબ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવાનું છે તે કબૂલ કરે તો તેને અમારે માસિક પાંચ રૂપિયા આપવા, એ અમે ઠરાવ કર્યો. તેણે પણ આ વાત કબૂલ રાખી. પરંતુ છોકરાઓનાં વાલી તદ્દન મુફલિસ હોવાથી પોતાનાં છોકરાંઓને પેન, પાટી કે ચેપડીઓ પણ અપાવે નહિ. અમે ઉપાસકને ગયા મોકલી પ્રાથમિક પુસ્તકે વગેરે મંગાવ્યાં. આ વાતની મહંતને ખબર પડતાં તેણે ખૂબ વિરોધ માંડ્યો. પેલા મહેતાજીનો ભાઈ મહંતને ત્યાં કારકુન હતો, તેને મહંતે ધમકી આપી કે, “જે તમારે ભાઈ અહીંનાં છોકરાંઓને મફત ભણાવવાનું કામ કરશે તો તમને તેમ જ તમારા ભાઈને બંનેને બુદ્ધગયા મેલી ભાગવું પડશે !" બિચારો મહેતાજી ગભરાયો, અને અમારી સાથે કરેલો કરાર પોતે કોઈ રીતે પાળી શકે એમ નથી, એવું અમને ચેખું જણાવી દીધું. આખરે અમે આણેલાં પાટી, પેન અને પુસ્તકે નિશાળનાં છે કરાંઓને વહેંચી દઈ અમે ચૂપ રહ્યા ! . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust