________________ જુવાની રાખનાર કોઈ નહોતું! આ જ કારણથી મારા ભાઈ ત્યાં રહીને ખેતર, વાડી વગેરેની દેખરેખ રાખતા. આ તરફ ઘેર પિતાજીની વૃદ્ધાવસ્થાને લીધે ઘરને બધે જે મારા ઉપર પડ્યો. સાળમા વર્ષથી બધો કારભાર હું જ ચલાવતો. અનેક સંકટો આવ્યાં, અનેક અડચણો આવી, છતાં વગર હાર્યો મેં ઘરને તમામ કારભાર યથાશક્તિ ભલીભાતે ચલાવ્યું એમ કહું તે ખોટું નથી. તુકારામ બુવાનું ચરિત્ર તથા બીજાં પુસ્તકોના વાચનથી મારામાં ખૂબ હિંમત આવતી ગઈ અને મારા જીવનક્રમમાં સ્થિરતા આવવા માંડી. જુવાનીમાં આવતી વિકારવશતાથી હવે હું મુક્ત થયે એમ મને લાગવા માંડયું. P.P. Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust