________________ પરિસ્થિતિ શ્રીયુત ભિક પુંડલિક નાયકે મને એક વાર કહ્યું. “તું જે યુરોપમાં જન્મ્યો હોત તો તારી બુદ્ધિના તેજથી ત્યાં તું ઝળકત, પણ અહીં તેને શો ઉપયોગ? અહીં તે વાંદરાં ભગાડવામાં જ તારી જિંદગી પૂરી થવાની !" તેમણે કરેલ આ ભવિષ્યકથનથી આગળ મારી પિતાની દષ્ટિ પણ કોઈ વાર પહોંચી નહોતી. મને થતું કે હવે મારે હાથે કોઈ પણ મોટું કામ નથી બનવાનું. કુટુંબની સેવા જેમ તેમ કરીને કરી શકું તેયે બસ છે. સામાજિક સુધારણું, ધાર્મિક સુધારણ વગેરે ઉપાયે વડે દેશહિત સાધવાના મનોરથ કદી ન જ આવતા એમ નહિ, પણ ક્ષુદ્ર નરના કોપની પેઠે તે મનના મનમાં જ શમી જતા. અમારા પિતાના પ્રાંત પૂરતી કંઈક સુધારણા કરવાનું મન થાય, પણ તેને સારુ પણ અનુકૂળ સ્થિતિ નહોતી. દાખલા તરીકે, જાંબાવલીમાં હોળી પાછળ મડગાંવના હિંદુભાઈઓના જે પૈસા ખરચાય છે તે એકાદ સાર્વજનિક નિશાળ પાછળ ખરચીએ એમ મારું કહેવું હતું, પણ મારા જેવાનું કહેવું સાંભળે કેણ? પરિણામે જાંબવલીની હોળી ન અટકી તે તો ન જ અટકી, પણ ઊલટો એમાં એવો સુધારો થયો કે આટલાં વરસ ત્યાં એક રામજણીને નાચ કરાવવામાં આવતો ત્યાં હવે બેન સાજ થયો! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust