________________ આપવીતી ગાળતો. કેટલાક ઠેકડીખાર લકે મને તેમનું પૂંછડું કહેતા ! મદ્યપાન, બાળવિવાહ, હોળી, વર્ણભેદ વગેરે બાબતો વ્યક્તિના અને દેશના હિતને નુકસાનકારક છે, એમ તેમને જ સહવાસથી મને સ્પષ્ટ જણાવા લાગ્યું. અને બીજો પણ એક ફાયદો મને થયો તે એ કે મડગાંવમાં મારી ઓળખાણ વધી. આ ઓળખીતા ગૃહ પાસેથી મને વાંચવાને ખૂબ પુસ્તકે મળતાં. જેટલાં પુસ્તકે મળે તે બધાં ભેગાં કરતો અને ઘેર લઈ જઈ વાંચી કાઢી પાછાં આપી આવતો. આમ કેટલાંક વર્ષ ચાલ્યું. ભિકુ નાયકના સહવાસથી હુકકાનું વ્યસન વધતું ગયું અને પૅસ પીને વામકુક્ષિ કરવાની ટેવ દૃઢ થવા લાગી. આટલું નુકસાન થયું છતાં સરવાળે મને ફાયદો થયો એમાં શંકા નથી. - સેનબા મંગેશ મુળગાંવકર મારી ફેઈની દીકરીના દીકરા થાય. સગપણ જરા દૂરનું, પણ તેમની અને મારી સ્તી ઠીક જામી. તે મારાથી ત્રણ વર્ષ નાના હતા. મડગાંવમાં તે ભણતા તે વખતથી જ તેમની હોશિયારી દેખાઈ આવી. તે સારી મરાઠી કવિતા લખતા. ૧૮૯૫ના જાન્યુઆરીમાં તેમણે અમારી બાજુમાં પરચૂરણ માલની એક દુકાન ઉઘાડી. આ ધંધે તેમને ગમતો એવું તો નહિ, પણ નિરુપાયે એ ધધે તેમને લેવો પડેલો. અમારા બંનેના વિચાર એકબીજાને ખૂબ મળતા આવતા. અમારે વખત વાચન અને ઉપયોગી વાર્તાલાપમાં વીતતો. મારા મોટા ભાઈ ૧૮૯૨ની સાલથી કાણકાણ તાલુકાના બાલગઢ ગામે મારી માશીને ઘેર રહેવા લાગ્યા. માશીનો જુવાન દીકરે ગુજરી જવાથી તેમની જમીનની દેખરેખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust