________________ આપવીતી પણ ચિખલીમાં મારી તબિયત સારી ન રહી એટલે પાછો મને ઘેર બોલાવી લીધું. ઘેર વરસ છ મહિના રહ્યા પછી ૧૮૮૮ની સાલમાં શહાપુર-બેલગામ મારી બહેનને ઘેર ગયે. ત્યાં સરકારી નિશાળમાં ભરાઠી બીજા ધોરણમાં દાખલ કરવામાં આવ્યો. મારા વર્ગમાં હું પહેલો નંબર હતો એમાં જરાય નવાઈ નથી. કારણ આ વર્ગમાં રો રહ્યો હું પાંચમા ધોરણના સવાલોના પણ જવાબ આપી શકતો. કસરત સિવાય બાકીના બધા વિષયમાં મારો પહેલો નંબર રહેતો. વાર્ષિક પરીક્ષા થઈ ગયા પછી એકદમ મને પાંચમા ધોરણમાં ચડાવી દીધો. ત્યાં પણ ઘણુંખરું હું પહેલે નંબર રાખત. પણ આ વર્ગમાં હું બહુ દિવસ ન રહી શક્યો. બે મહિનામાં તે હું માંદે પડ્યો, અને વળી પાછે ગોવા આવ્યું. શહાપુરના મારા મિત્રામાંથી કોઈ મેટ્રિક સુધી પણ પહોંચ્યા નહિ. ફક્ત શ્રીયુત નાગેશ વાસુદેવ ગુણાજી એકલા બી. એ. એલએલ. બી. સુધી પહોંચ્યા. શહાપુર છોડ્યા પછી એક બે વખત મેં પોર્ટુગીઝ નિશાળમાં જવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં હું સાવ નિષ્ફળ નીવડ્યો. અનેક કારણોને લીધે મને પિોર્ટુગીઝ ભાષા ગમે જ નહિ. સંસ્કૃત શીખવાની ઈચ્છા હતી પણ તે ફળીભૂત થતી નહતી. છેવટે નિશાળનો કંટાળ્યો હું ઘેર બેઠે. પિતાએ પણ ઝાઝે આગ્રહ ધર્યો નહિ. મને ગામને કુળકણું થયેલો જોવાનું તેમનું જે અંતિમ ધ્યેય, તેની આશા છેવટે તેમણે છોડી દીધી ! હોવી જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust