________________ બાળપણની વાત 01701 ell* (escrivao da communidade ) al થઈશ જ થઈશ એમ એમને લાગતું. મારી કેળવણી વિષે તેમને ભારે હોંશ હતી. પણ કેળવણી કેમ આપવી એની તેમને ખબર નહોતી. પહેલાં તો હું ઘરમાં જ પાટી ઉપર ધૂળ નાખી તે ઉપર કક્કો ઘૂંટતાં શીખે. તે પછી મને થોડાક મહિના મડગાંવ મેકલ્યો. ત્યાં બીજી કે ત્રીજી ચોપડી ભણ્યો હોઈશ. પછી મને ચિખલી મારી બહેનને ઘેર મોકલ્યો. ત્યાં ભિકંભટજી કરીને એક માસ્તર હતા. તેમની નિશાળે હું પાંચ છ મહિના ભણ્યો હોઈશ. ત્યાં તેમની પાસેની ઘણીખરી વિદ્યા પૂરી કર્યા પછી મને મારા નવમા કે દશમા વર્ષમાં આરબામાં રાબા ગેપાળ પ્રભુની નિશાળે બેસાડવામાં આવ્યું. રાબા ગોપાળ બહુ કડક શિક્ષક હતા, પણ વિદ્વતામાં ખૂબ પંકાતા. મારા ઉપર તેમની પૂરી કૃપા હતી. તેમણે પોતાના વિદ્યાર્થીઓનાં જુદાં જુદાં નામ પાડ્યાં હતાં. તેમાં મને “ભીંડાનું શાક' કહેતા. ભીંડે હોય છે નરમ પણ સ્વાદમાં મીઠો લાગે છે એમ તેઓ કહેતા. આ નિશાળમાં આશરે બે ત્રણ મહિના હું ભણ્યા હઈશ. ચિખલી જવા સારુ નદી ઓળંગીને સામે પાર જવું પડતું હોવાથી નિશાળે જતાં મને ઘણેભાગે અસુર થતું. છેલ્લે છેલ્લે તો વળી હું માંદો પડ્યો, એટલે નિશાળે જવાનું બંધ થયું. પણ હું જે કંઈ શીખે તે આ જ નિશાળે શીખ્યો. ગણિતને તો મને ઠીક શોખ લાગે. નિશાળમાં ત્રિરાશી સુધી જ ગણિત ચાલ્યું હતું, પણ પછી ઘેર રહીને દશાંશ સુધી મારી મેળે ગણિત શીખે. . . તલાટી. . P.P. Ac. Gunrafnasuri M.S. Jun Gun Aaradhak Trust