________________ આપવીતી તેમને દીકરો નહોતો. તેમની બે વિધવા દીકરીઓ અને એક વિધવા પૌત્રી તેમના ઘરમાં રહેતાં. આ ઉપરાંત નારાયણ શેણી સંઝગીરી અમારા પડોશી હતા. (હાલ તેમના પુત્ર આ ઘરમાં રહે છે ને તેમણે ઘરની મરામત પણ ઠીક કરી છે.) આ ત્રણ બ્રાહ્મણનાં ઘર ઉપરાંત સાત આઠ હિંદુ શદ્રોનાં અને પાંચ છ ખ્રિસ્તી શકોનાં ખોરડાં અમારી આસપાસમાં હતાં. ખ્રિસ્તી છોકરાઓ પાસે હું બહુ નહોતો જતો. તેમની જોડે ભળવાની મેટેરાંઓએ જ મનાઈ કરી હશે એમ લાગે * છે. પણ હિંદુ શોનાં છોકરાંઓ સાથે રમવાની સખત મનાઈ નહિ કરી હોય, કારણ તેમની સોબતમાં હું ઘણી વાર ફરતો એવું મને યાદ છે. , ગામનાં બધાં છેકરાં કરતાં હું નબળો છું એમ મારા સોબતીઓ માનતા. આઠ નવ વર્ષને થયે ત્યાં સુધી મને બરાબર જમતાં પણ નહોતું આવડતું. મારા સોબતીઓમાંથી કોઈ મને મારે તોપણ હું ઘેર રાવ લાવ નહિ–બકે મને ઘેર રાવ લાવતાં આવડતું નહોતું એમ કહેવું વધુ વાજબી ગણાશે. પિતાને મેઢે તેમના કેટલાક મિત્રો મારે વિષે એમ કહેતા કે, આ છોકરો તમારા ઉપર ચે ભારરૂપ છે એમ લાગે છે. * પિતાને મત આ મિના જેવો જ નહોતો એમ માનું છું. કોઈ સાધારણ બાપને પૂરેપૂરી નિરાશા ઊપજે એવો મંદ તો હું હતો જ, છતાં પિતાને ભારે આશા હતી કે હું હોશિયાર નીવડીશ. એક ગામઠી જેશીએ તેમને ભવિષ્ય કહેલું કે હું વિદ્વાન તો થઈશ, ફક્ત ધનવાન નહિ થાઉં. અને આ ભવિષ્યકથન ઉપર તેમને સંપૂર્ણ આસ્થા હતી. ઓછામાં ઓછું હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust