________________ જુવાની किमस्ति कश्चिदसावियति लोके यस्य निर्विकारं यौवनमतिતમ્ | –વંવરી [ અર્થ - જેની જુવાની તદ્દન નિર્વિકાર ગઈ હોય એવું આ વિશાળ જગતમાં કોઈ હશે ખરું?] ચૌદ વર્ષના છોકરાને કે બાર વર્ષની છોકરીને જુવાન કહેવી એ પશ્ચિમના દેશમાં હાસ્યાસ્પદ ગણાય. આપણા દેશમાં ઋષિકાળમાં તે ગાંડ માણસ પણ આવાં બાળકોને તરુણ કે તરુણી ન કહી શકતો. પણ કાળનો મહિમા વિચિત્ર છે. આજે આ આર્યભૂમિમાં ચૌદ વર્ષની માતાઓ અને સોળ વર્ષના પિતાઓ કે જાણે કેટલાય નીકળે ! તો પછી હું ચૌદ વર્ષમાં. જુવાન થયો એમ હું મારા વાચકોને કહું તો તેમાં ચકિત થવા જેવું શું છે? હું જુવાન બન્યો અને અર્થ મારા શરીરને વિકાસ પૂરો થયે એવો કઈ ન કરે, તરુણાવસ્થામાં મનમાં જે મનોવિકાર ઊપજે. તેમણે મારા મનમાં થાણું નાખ્યું એટલે જ તેને અર્થ મારા કેટલાય સાથીઓનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં. કેટલાક લગ્નનું સારસર્વસ્વ શું હશે એની શોધમાં મશગૂલ હતા. અને બીજા કેટલાકએ તે વળી દેવદાસીઓ ઇત્યાદિ દ્વારા તારુણ્યતત્ત્વને અનુભવ મેળવ્યો. આ સ્થિતિમાં હું જ એકલો અણસમજુ રહું એ અસંભવિત હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust