________________ નેપાળને પ્રવાસ 113 કાઠમંડુમાં હું લગભગ આઠ દિવસ રહ્યો. મેં કર્યો દિવસ નેપાળ (કાઠમંડુ) છોડ્યું તે આજે સ્મરણમાં નથી. પણ ત્યાં દસ દિવસથી વધુ નહત રહ્યો એમ લાગે છે. બાબુ શારદાપ્રસાદ નામના એક બંગાળી ગૃહસ્થ ત્યાં હેડમાસ્તર હતા. તેમણે મને અંગ્રેજી એક રૂપિયા આપ્યો અને એક બે બીજા ગૃહસ્થોએ થોડીઘણી મદદ કરી. કૃષ્ણશાસ્ત્રી પ્રવિડે મને બીજી બે ત્રણ મહોર (નેપાળી) આપી. બધા મળી કુલ પાંચ કે છે અંગ્રેજી રૂપિયા મારી પાસે ભેગા થયા. આટલી વાટખરચી સાથે દુર્ગાનાથના દાદાના ઓળખીતા પેલા કાવડવાળાઓની સાથે હું કાઠમંડુથી નીકળ્યો. Jun Gun Aaradhak Trust આ P.P. Ac. Gunratnasuri M.S. " 8