________________ 11 નેપાળથી સિલોન સુધી કાઠમંડુથી રકસૌલ સુધી કાવડવાળાઓએ મને ખૂબ સંભાળ્યો. દુર્ગાનાથની માફક તેઓ લાંબા લાંબા અંતરના મુકામ કરતા નહિ. હું થાક્યો છું એમ જુએ કે તરત મુકામ કરે. મારે માટે જમવાની સગવડ પહેલી કરે, અને ટાઢથી હું બચું એટલા સારુ મારે માટે બનતા સુધી બંધ જગ્યા શોધે. નેપાળ જતી વખતે બીરગંજમાં મારાં પાંચ રતલ વજનનાં જે ડબેલ્સ મેં એક નેપાળી દુકાનદારને સોંપ્યાં હતાં, તે પાછાં લીધાં. કાવડવાળાઓ સાથે હું હતો એટલે સામાન તો મારે ઊંચકો જ ન પડો. રકસૌલ પહોંચતાં મારી બે ધાબળીઓ એક લેટ વગેરે એ ભલા કાવડવાળાઓને દઈ હું છૂટો પડયો. હવે ફક્ત એક ધાબળે, એક કેટ, થેડાં પુસ્તક, બે બેતિયાં, ફેટ, એક કળશિયો, બે ખાદીની બંડી અને એક બેલ્સની જેડ એટલો સામાન મારી પાસે બાકી રહ્યો. * રકસૌલથી બે કે સવા બે રૂપિયા ખર્ચ મેં બાંકીપુરની * ટિકિટ લીધી અને બીજે દિવસે સાંજે બાંકીપુર પહોંચ્યો. મારી પાસે આઠ કે બાર આના રહ્યા હતા. પણ તે દિવસે રાત્રે મેં ખાધું કે નહિ તેનું મને અત્યારે સ્મરણ નથી. ઘણે ભાગે હું રાતે ભૂખ્યો જ રહે. બાંકીપુરમાં એક મઠમાં ઊતર્યો. એક ઓસરીમાં સંન્યાસી, વૈરાગી, બ્રાહ્મણ વગેરે જાત્રાળુઓનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust