________________ 1. 112 આપવીતી કરે છે. માટે બધા કારભાર તેમણે સંભાળવો. નીચે ઊભેલા સૈનિકાએ પાંચસરકારના હુકમને માથે ચડાવી, ચંદ્રશેખર - અત્યાર સુધીના તેમના સેનાપતિ - દીવાન થયા તે ખાતર આનંદ બતાવવા બંદૂકે ફેડી સલામી આપી ! બસ થયું. બાપડા દેવસમશેરની કારકિર્દી પૂરી થઈ અને તે જ રીતે તેને નેપાળની તરાઈમાં મેકલી દેવામાં આવ્યો. આ વાત ૧૯૦૧ના જૂનમાં બની. હાલના મુખ્ય દીવાન ચંદ્રસમશેર કલકત્તા યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા પાસ થયેલ છે. તેણે યુદ્ધકલા ઉપર અનેક પુસ્તકનાં નેપાળી ભાષામાં ભાષાંતર કર્યા છે. આથીયે વિશેષ કહેવા જેવી વાત તો એ કે તેને એક જ સ્ત્રી હતી. ૧૯૦૫માં તેની આ પહેલી સ્ત્રીના મરણ પછી તેણે ફરી લગ્ન કર્યું એમ સંભળાય છે. પણ એક જ વખતે પાંચ છ સ્ત્રીઓ કરવાની જે તેમની વંશપરંપરાની રૂઢિ તેને તે અપવાદરૂપ હતો. દેવસમશેરે યોજેલા કેટલાક સુધારા તેણે અમલમાં મૂકયા હોત, પણ તેનું પરિણામ શું આવશે એ પોતે જાણતા હોવાથી તેણે પિતાનું કારભારું ખૂબ નરમાશથી ચલાવ્યું. દેવસમશેરને જે રીતે એકદમ પદય્યત કરવામાં આવ્યો એ બહુ વિલક્ષણ કહેવાય, એવી મતલબની ટીકા કલકત્તાના, “અમૃતબઝાર પત્રિકા' વગેરે અંગ્રેજી છાપાંઓમાં આવી. પણ નેપાળ દરબાર ઉપર તેની સારી અસર ન થતાં, ઊલટું આ છાપાંઓને નેપાળની હદમાં મના કરવામાં આવી. મતલબ કે, ચંદ્રસમશેરની કારકિદી દરમ્યાન નેપાળના વહીવટમાં સુધારો ન થતાં વીરસમશેરના વખતમાં જે સ્થિતિ હતી તે ને તે આ સ્થિતિ રહી. , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust