________________ , નેપાળને પ્રવાસ 111 આ તથા બીજા કામો સચ્યાં નહિ. અને વીરસમશેરના છોકરાએ પોતાના કાકા ચંદ્રસમશેરની સાથે મળીને દેવસમશેરને * પદભ્રષ્ટ કરવાનું કાવતરું રચ્યું. વીરસમશેરની બે દીકરીઓ નેપાળના રાજાને આપી હતી, તેથી વરસમશેરના દીકરાઓનું આ રાજા આગળ ખૂબ ચલણ હતું. એક દિવસ તેમણે દેવસમશેરને કહ્યું કે, “અમે અમારા પિતાની મિલકતની વહેંચણી કરવા માગીએ છીએ, તેથી તમે પિતે આવીને અમને વાજબી સલાહ આપી વહેંચણી કરાવી આપો.” દેવસમશેર પોતાના મોટા ભાઈને ઘેર મોટા લાવલશ્કર સાથે ગયા. વડા સેનાપતિ ચંદ્રશેખર પણ સાથે હતો. નેપાળના નામધારી રાજા પાંચસરકાર પણ પિતાના સાળાનો ક િપતાવવા આવ્યા હતા. આ વખતે દેવસમશેરની સાથે 500 સિપાઈ હતા. આ ઉપરાંત રાજાસાહેબનું લશ્કર, સેનાપતિનું લશ્કર વગેરે તમામ લશ્કર બહાર ચોગાનમાં ઊભું હતું. દેવસમશેરને તેના ભત્રીજાઓ સાથે થોડી વાતચીત થઈ તેટલામાં તેમાંનો એક બોલ્યો, “આપની સાથે ખાનગીમાં વાત કરવી છે, જરા અંદર પધારશે?” દેવસમશેર પોતાના અંગરક્ષકોને બહાર રાખી અંદર ગયો. અંદર જતાં જ તેના ભત્રીજાઓ તથા તેમના સાથીઓએ તેના સામી પિસ્તોલ ધરીને તેને કેદ કરી લીધો. આ બાજુ તેના અંગરક્ષકોએ જરાતરા ગરબડ કરી, પણ તેમને ઠંડા પાડતાં ઝાઝી વાર ન લાગી. પછી દેવસમશેર પાસેથી બળાત્કારે દીવાનગીરીનું રાજીનામું લખાવી લેવામાં આવ્યું, અને પાંચસરકારે તે માળની બારીએથી નીચે ઊભેલ લશ્કરને વાંચી સંભળાવી જાહેર કર્યું કે, પિતે આ રાજીનામું મંજૂર કરે છે, અને આજથી વડા પ્રધાનની જગ્યાએ ચંદ્રસમશેરની નિમણૂક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust