________________ 110 આપવીતી ત્રણસરકાર કહે છે, અને નામધારી રાજા પાંચસરકાર કહેવાય છે.) પદવી ધારણ કરી, જંગબહાદુરે પોતાના ભાઈઓને સેનાધિપતિ વગેરે હોદ્દાઓ ઉપર ચડાવ્યા. સને ૧૮૫૭ના બળવામાં જંગબહાદુરે અંગ્રેજ સરકારને મદદ કરી મેટી નામના મેળવી, અને તરાઈનજીકનો ઘણે મુલક પણ મેળવ્યો. જંગબહાદુરને મરણ પછી તેને દીકરે મુખ્ય પ્રધાનની ગાદીએ આવ્યો. પણ તે વિશેષ બાહોશ ન હોવાથી, તેના કાકાના દીકરા વીરસમશેરે તેને તથા સાથે સાથે તેના એક બે સાથીઓને ઠાર કરી ગાદી ખૂંચવી લીધી. વરસમશેરને નાન ભાઈ ખડગસમશેર વડે સેનાપતિ થયે. તેથી નાનો દેવસમશેર કાઠમંડુનો સૂબે થયો અને એથી નાના ચંદ્રસમશેરને તેના હાથ નીચેની જગ્યા મળી. વીરસમશેરે નેપાળના રાજ્યતંત્રમાં ખૂબ સુધારા કર્યા. પણ તેના ભાઈ ખડગસમશેરે તેને મારી નાખી પિતે વડા પ્રધાનની જગ્યા ખૂંચવી પાડવા કાવતરું રચ્યું. પણ આ કાવતરું જલદી જ ફૂટી જવાથી વીરસમશેરે ખડગસમશેરને એકદમ દેશપાર કર્યો, અને તેનાથી નાના દેવસમશેરને તેની જગ્યાએ વડે સેનાપતિ બનાવ્યો. ૧૯૦૧ના માર્ચ મહિનામાં વીરસમશેર મરી ગયો; તેથી કાયદા પ્રમાણે દેવસમશેર ત્રણસરકારના પદ ઉપર આવ્યો. દેવસમશેર વિલાસી હતો; તથાપિ પિતાના રાજ્યમાં કેળવણીને પ્રચાર કરવાની તેને ખૂબ ઈચ્છા હતી. ઉપરાંત નેપાળમાં ગુલામીની પ્રથા બંધ કરવાનો પણ તેણે વિચાર કરેલો. હિન્દુસ્તાનમાંથી જાણીતાં ગાયનવાદનવિશારદ સ્ત્રીપુરુષોને કાઠમંડુમાં બોલાવી તેણે એક મોટો જલસે કરાવ્યું. આ કામમાં તેણે હજારો રૂપિયા ખરચ્યા. તેના કુટુંબીઓને તેનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust