________________ * 109 વન નેપાળને પ્રવાસ ઘેર છે કે નહિ તેની તપાસ કરી, અને નથી એવા ખબર મળતાં જ તે ગંદા ચોકમાંથી જે દેટ મૂકી તે ફરી વાર એ અઘોરીનાથને ઘેર જવાનું મેં સાહસ ખેડ્યું નહિ. . નેપાળી લોક સાધારણ રીતે ભારે સંશયખોર હોય છે. પરદેશીને આશ્રય આપતાં એ લોકે ભારે ગભરાય. રખેને અંગ્રેજ સરકારનો કોઈ જાસૂસ આવી પિતાની મારફત દેશની ખબર મેળવી જાય અને પરિણામે પોતાને શિક્ષા થાય એમ તેમને લાગતું હોવું જોઈએ. વળી આ જ અરસામાં નેપાળમાં રાજ્યક્રાંતિ થઈ ગઈ હતી. આથી નેપાળી લોકોમાં હું છૂટથી ભળી શક્યો નહિ. દુર્ગાનાથ પણ રાજકીય વિષયમાં કશી પણ વાતચીત કરવાની ઈચ્છા દર્શાવતો ન હતો. છતાં કાઠમંડુમાં તે કાળે રહેતા એક બે દક્ષિણ ગૃહસ્થો પાસેથી તેમ જ કૃષ્ણશાસ્ત્રી પ્રવિડ ભારફત નેપાળી રાજ્યવ્યવસ્થાને લગતી જે થોડીઘણી માહિતી મને મળી તે અહીં સંક્ષેપમાં આપવી અપ્રાસંગિક નહિ ગણાય. જંગબહાદુર નામનો એક નામાંકિત પુરુષ નેપાળમાં થઈ ગયે. તે એક સિપાઈના દરજ્જાથી માંડીને મુખ્ય પ્રધાનની પદવી સુધી પહોંચ્યા. તે કાળે હાલ જેને પાંચસરકાર કહે છે તેના વંશજોના હાથમાં બધી સત્તા હતી. પણ જંગબહાદુરે તે વખતના ઉમરાવમંડળની અચાનક કતલ કરી બધી સત્તા પિતાને કબજે કરી. રાજા ફક્ત નામને જ રહ્યો. મરાઠા ઇતિહાસમાં શાહુ છત્રપતિની પછી સતારાની ગાદીની જે સ્થિતિ થઈ તેવી જ સ્થિતિ જંગબહાદુરની કારકિર્દીમાં નેપાળની ગાદીની થઈ ત્યારથી જંગબહાદુરના કુટુંબના તાબામાં નેપાળની રાજ્યલગામ આવી. પોતે મુખ્ય પ્રધાનની (નેપાળમાં આને .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust