________________ 108. આપવીતી આદરમાનથી વાત કરી. પરંતુ તેમની વાતચીત ઉપરથી નેપાળી પંડિત નિષ્કાંચન હોવા જોઈએ એમ મને લાગ્યું. હું ગરીબ વિદ્યાર્થી હોઈ મને કંઈ મદદ જોઈએ છે, એ મેં આ બુટ્ટા પંડિતને બિલકુલ જવા ન દીધું. અધેરીનાથને મળવામાં હવે ઝાઝા લાભની આશા રહી નહિ, તથાપિ બને તો મળી લેવું એવો વિચાર કરી હું તેમને ઘેર ગયે. કાઠમંડુ શહેરની એક ગલીમાં અારીનાથનું ઘર હતું. બે માળનું મકાન. પૂનાની હવેલીઓની માફક આ ઘરને મેટ ચેક હતો. ચારે બાજુ સાવ સાંકડી ઓરડીઓ હતી. અને તેમાં વસ્તી હતી. હું આ એકમાં આવ્યો ત્યારે ગંદકી કાઢવાનું કામ ચાલુ હતું. કેટલાક નેપાળી મજૂરે બધું મેલું કાવડમાં ભરી ભરીને લઈ જતા હતા. નેપાળી લોકે કચરાપૂજે બહાર ન ફેંકતાં વચલા ચોકમાં જ નાંખે છે. મળમૂત્ર પણ અહીં જ કરે છે અને ઘેટાં બકરાંનું માંસ ખાઈને તેનાં હાડકાં પણ ત્યાં જ નાંખે છે. આ બધી ગંદકી ભેગી થાય એટલે વર્ષે છ મહિને કાવડમાં ભરી ભરી નજીકનાં ખેતરમાં લઈ જઈ ખાતર બનાવવામાં તેને ઉપયોગ કરે છે. દુર્ગાનાથનું ઘર શહેરની બહાર હતું. છતાં નજીકન બધે કચરે, છાણ વગેરે ભેગા કરી મૂક્યો હતો. પણ ત્યાં ખુલ્લી હવા હેવાથી મને બહુ ત્રાસ ન થયું. પણ અઘોરીનાથના ઘરની આ બધી શોભા જોઈને મને અત્યંત સૂગ ઊપજી. એક તરફના એકઢાળિયામાં બે ત્રણ છોકરાં દિશાએ બેઠાં હતાં, અધૂરામાં પૂરું તે જ વખતે ઉપલે માળેથી કેઈએ બકરા કે મેંઢાનાં હાડકાં ફેંક્યાં. એકઢાળિયામાં 'પણ પગ મૂક મુશ્કેલ થઈ પડ્યો. અંતે દૂરથી જ અઘેરીનાથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust